ગોધરા, પંચમહાલ ગોધરા એસીબી દ્વારા અપ્રમાણસરની મિલ્કતના ગુનામાં સીનીયર ફ્રુડ એન્ડ સેફટી વર્ગ-2 ના નિવૃત અધિકારી વિરૂદ્ધ હોદ્દાનો દુરઉપયોગ કરી ભ્રષ્ટાચારથી મેળવેલ અપ્રમાણસર મિલ્કતના ગુનામાં એસીબીએ આરોપી નિવૃત કર્મચારીની ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા.
ગોધરા એસીબી દ્વારા સીનીયર ફ્રુડ એન્ડ સેફટી ઓફિસર ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિવૃત અશોકભાઇ લક્ષ્મણભાઇ પટેલની ગોધરા કચેરીમાં 2002 થી 31/12/2019 સુધીના સમયગાળામાં ભ્રષ્ટાચાર આચરી અપ્રમાસરની મિલ્કત વસાવી હોય તેની ગોધરા એસીબીએ તપાસ કરતાં 20,73,900/-રૂપીયાની અપ્રમાણસરની મિલ્કત જણાઈ આવતાં એસીબીએ અપ્રમાણસરની મિલ્કત અંગેનો ગુનો નોંધી નિવૃત અધિકારી અશોકભાઇ લક્ષ્મણભાઇ પટેલની ગોધરા એસીબીએ અટકાયત કરી કોર્ટમાં રજુ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.