અપ્રમાણસર આવક અંગે ACB ની ફરીયાદ : કાલોલ ના નિવૃત્ત તલાટી કમ મંત્રીની આગોતરા જામીન અરજી હાલોલ કોર્ટે ફગાવી.

કાલોલ,કાલોલ તાલુકામાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવનાર અબ્દુલરઝાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતી (હાલ નિવૃત)એ પોતાની રાજ્ય સેવક ની ફરજો દરમિયાન તા.01/04/2006 થી તા.30/06/2017 સુઘી ની ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને જાહેર સેવક તરીકે ભ્રષ્ટાચાર કરી સ્થાવર જંગમ મિલકતો માં આવક કરતાં 29.55% વધુ રોકાણ કરેલ છે અને રૂા.41,74,414/-નો ભ્રષ્ટાચાર થયો હોવાનુ જણાવી ગોધરા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો પોલીસ મથકે ફરિયાદ દાખલ થયેલ ત્યારથી તે પોતાની ધરપકડ થી બચવા માટે ભુગર્ભમાં ઉતરી ગયેલ છે જેઓએ પંચમહાલના બીજા એડિશનલ સેશન્સ જજ હાલોલ એલ.જી. ચુડાસમાની કોર્ટમાં પોતાના એડવોકેટ મારફતે આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરી હતી જેની સુનાવણી દરમિયાન અરજદાર તલાટી કમ મંત્રીના એડવોકેટ દ્વારા રજૂઆત કરવામા આવી હતી

કે ફરિયાદ માં તદન ખોટી રીતે અરજદારની આવક વધુ બતાવેલ છે પગાર પણ ખોટો બતાવેલ છે તેના બન્ને પુત્રો ડોક્ટર છે અને તેઓનો વ્યવસાય અલગ છે તેઓની પત્ની પણ ભાગીદારીમાં વેપાર કરે છે તેઓનો પોલ ઇન્ડસ્ટ્રી અને દોલતી કોંક્રિટ, આર બિલ્ડર પોલ ફેકટરી જેવા ધંધા રોજગારમાં છે અને વર્ષ 2012/13 થી 2018/19 સુધીનું આ ધંધાનું ટર્ન ઓવર રૂ.26 કરોડ થી વધુ છે. વધુમા તલાટી કમ મંત્રી તા.30/06/2017 નાં રોજ નિવૃત્ત થયેલ છે તેથી તેઓને લાંચ રૂશ્વત વિરોધી અધિનિયમ સુધારો 2018 બંધનકર્તા નથી પોતે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનાં દરદી હોય સ્થાવર જંગમ મિલકતો ધરાવતા હોય યોગ્ય શરતોને આધીન આગોતરા જામીન મંજુર કરવા પ્રાર્થના કરી હતી અને તે સંબધમાં ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં સંખ્યાબંધ ચુકાદા રજુ કરેલ જ્યારે સામા પક્ષે સરકારી વકીલ આર.ડી. શુક્લે જણાવેલ કે અરજદાર સીધી રીતે આરોપમાં સામેલ છે જો આગોતરા જામીન આપવામા આવે તો પુરાવા સાથે છેડછાડ કરી શકે અરજદાર પોલીસ તપાસ મા કોઈ સહકાર આપતા નથી અને ફરાર થયેલ છે તેઓ પાસપોર્ટ ધરાવે છે અને ભારત બહાર ભાગી જવાની શક્યતા છે ગુનાની ગંભીરતા જોતા આગોતરા જામીન અરજી નામંજૂર કરવાની દલીલો સાથે ગુજરાત હાઈકોર્ટનો એક ચુકાદો અને સુપ્રીમ કોર્ટના બે ચુકાદા રજુ કરેલ બન્ને પક્ષોની દલીલો બાદ પંચમહાલ (હાલોલ)ના બીજા એડિશનલ સેશન્સ જજ એલ.જી. ચુડાસમા એ સોમવારે પોલીસ તપાસ પુરી થયેલ નથી અને અરજદારની હાજરી વીના તપાસ શક્ય નથી જો આગોતરા જામીન આપવામા આવે તો પોલીસ તપાસમાં અવરોધ આવે તેમ છે તેમ જણાવી નિવૃત્ત તલાટી કમ મંત્રી અબ્દુલરઝાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતીની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.