
મુંબઈ,દેશમાં પહેલો ઓફિશિયલ એપલ સ્ટોર આર્થિક રાજધાની મુંબઈમાં આજે શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે તેના ઓપનીંગ અંતર્ગત એપલના સીઈઓ ટિમ કુક હાલ ભારતની યાત્રાએ છે, આ દરમિયાન તેઓ ભારતના-એશિયાના સૌથી અમીર મુકેશ અંબાણીને મળવા તેના ઘેર પહોંચ્યા હતા આ ઉપરાંત બોલીવુડની એકટ્રેસ માધુરી દીક્ષીતને પણ કુક મળ્યા હતા અને તેની સાથે મુંબઈમાં ફેમસ વડાપાઉનો સ્વાદ માણ્યો હતો.
મુંબઈમાં દેશમાં એપલનો સ્ટોર ખુલી રહ્યો છે ત્યારે તેના ઓપનીંગ સરમનીમાં હાજરી આપવા એપલ કંપનીના સીઈઓ ટિમ કુક મુંબઈ પહોંચ્યા હતા. અહીં તેઓ મુકેશ અંબાણીને મળવા માટે નિવાસ સ્થાન એન્ટેલિયા પહોંચ્યા હતા. કુકની આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં એન્ટીલિયામાં ટિમ કુક બ્લુ શૂટમાં જોવા મળે છે તેની સાથે મુકેશ અંબાણીના જમણા હાથ સમા મનોજ મોદી તેમજ બ્લુ સલવાર શૂટમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણી ઉભેલા જોવા મળે છે. અહેવાલો મુજબ એપલના બોસ કુક બુધવારે વડાપ્રધાન મોદીને પણ મળી શકે છે.
મુંબઈમાં ટિમ કુકે બોલીવુડ એકટ્રેસ માધુરી દીક્ષીતને પણ મળ્યા હતા. તેની સાતે તેમણે વડાપાંઉનો સ્વાદ માણ્યો હતો. કુકે આ તસવીર ટવીટ કરી લખ્યું હતું- થેક્ધસ માધુરી દીક્ષીત. પહેલી વખત મને વડાપાંઉથી ઈન્ટ્રોડયુસ કરાવવા બદલ સ્વાદિષ્ટ હતું.