અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પહેલા બબાલ, AAPના ઉમેદવારને ભાજપના કાર્યકરોએ માર માર્યાનો આક્ષેપ

  • AAPનો ભાજપના કાર્યકરો પર આક્ષેપ
  • ઠક્કરબાપા નગરના ઉમેદવારને માર માર્યો
  • સંજય મોરીને ભાજપના કાર્યકરોએ માર માર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતનો પ્રચાર પડઘમ શાંત થઈ ગયો છે. જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જાય છે. અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન પહેલા બબાલ થઈ છે. જેમાં આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકરો પર આક્ષેપ કર્યો છે.

AAPનો ભાજપના કાર્યકરો પર આક્ષેપ
ઠક્કરબાપાનગર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવારને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. AAPના ઉમેદવાર સંજય મોરીને ભાજપના લોકોએ માર માર્યો છે તેવા AAP દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઈજાગ્રસ્ત સંજય મોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

અગાઉ સુરતમાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
પાપ્ત માહિતી અનુસાર, 20 નવેમ્બરે સુરતના શહેરના સરથાણા યોગીચોક પાસે ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંન્ને પક્ષના કાર્યકરોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને પગલે અનેક ગાડીઓના કાચ તૂટ્યા હતા. જે બનાવ બાદ બનાવની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. સાથે જ CRPFની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ પથ્થરમારાની ઘટનામાં કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ પણ હતો.  જે મામલે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી હતી. બાદમાં યોગીચોક ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જે બાબતે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી હતી.