- એક પેડ માં કે નામ અભિયાન અંર્તગત ધારાસભ્ય સાથે સહકારી આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું.
ભારતીય જનતા પાર્ટી ગોધરા તાલુકા દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોધરા ખાતે હર ઘર તિરંગા તથા તિરંગા યાત્રાના આયોજન અન્વયે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીની ઉપસ્થિતમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, જિલ્લા ઉપાધ્યક્ષ ડો.યોગેશભાઈ પંડ્યા, તાલુકા પ્રમુખ રંજનબેન રાઠોડ સહિત જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો અપેક્ષિત કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા.
ધારાસભ્ય ગોધરા દ્વારા દરેક નાગરિકોએ હરઘર તિરંગા અભિયાન તથા ભવ્ય તિરંગા યાત્રામાં જોડાવવા આહવાન કર્યું હતું અને ભારતીય રાષ્ટ્રધ્વજના દરેક રંગ અને તે શું સંદેશ આપે છે, તે અંગેની માહિતી આપી હતી.ભારતના રાષ્ટ્રીય ધ્વજ ને સન્માન ભેર ફરકાવવામાં આવે છે. સૌથી ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે. વચ્ચે ચક્રમાં 24 આરા હોય છે. જેને આપણે અશોકચક્રના નામથી ઓળખીએ છીએ. ભારતીય ધ્વજમાં રહેલા ત્રણ રંગ તેના પ્રતીક ગણાય વિશે માહિતી આપી હતી.
આપણાં દવજમાં પહેલા આવે છે. કેસરિયો રંગ જે બલિદાનનુ પ્રતીક છે. આ રંગ રાષ્ટ્રના પ્રત્યે હિમ્મત અને નિસ્વાર્થ ભાવનાઓને દર્શાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે અને લોકોમાં એકતા કાયમ રાખવાનુ પણ આ પ્રતીક ગણાય છે અને આપણા રાજનીતિક નેતૃત્વને પણ યાદ અપાવે છે કે આપણે લાભ કમાવવા માટે નહી પણ ભલાઈ માટે જ કાર્ય કરવુ જોઈએ. જ્યારે સફેદ રંગ ભારતીય ઝંડાની વચ્ચે રહે છે, સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનુ પ્રતીક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનુ પણ પ્રતીક ગણાય છે.
સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે. સફેદ રંગથી આ શીખ મળે છે કે માર્ગદર્શન અને સચ્ચાઈની રસ્તા પર હમેશા ચાલવું જોઈએ અને લીલો રંગ જે તિરંગાના સૌથી નીચે લીલો રંગ દર્શાવે છે કે વિશ્વાસ, ઉર્વરતા, ખુશાલી અને સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. લીલો રંગ ઉત્સવનો રંગ છે, જે જીવનની ખુશીઓને બતાવે છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ અપાવે છે કે તેમણે દેશની બહારી અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ.
આ ઉપરાંત વચ્ચે આવેલું અશોકચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ. જેમાં આવેલા 24 આરાઓનું પણ વિશિષ્ટ મહત્વ છે.
એક પેડ ર્માં કે નામ અભિયાન અંર્તગત બજાર સમિતિ ખાતે ધારાસભ્ય સી.કે. રાઉલજી, બજાર સમિતિના ચેરમેન પ્રવિણસિંહ રાઉલજી,વાઇસ ચેરમેન કિરીટસિંહ ઠાકોર સહિત બજાર સમિતિના સભ્યો, વિવિધ સહકારી સંસ્થાઓનાં મહાનુભાવો અને ઉપસ્થિત હોદેદારો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.