વડોદરા(Vadodara) શહેરના દશામાં તળાવમાં ગણપતિ બાપ્પા(Ganapati Bappa)ની મૂર્તિઓ ફેંકવામાં આવી રહી હોવાનો વિડીયો વાઇરલ(Video viral) થતાં ભારે વિવાદ સર્જાય જવા પામ્યો છે.
વિડીયોમાં સ્થળ પર ભાજપ(BJP)ના નગરસેવક નીતિન ડોંગા(Nitin Donga)ની કાર ઉપસ્થિત હોવાથી અને ગણપતિ બાપ્પાની મૂર્તિ ગોત્રી વિસ્તારમાંથી લાવ્યા હોવાનું સામે આવતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે અને ગણપતિ બાપ્પાના અપમાનથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ભાજપ કોર્પોરેટરની કાર દેખાતાં વિવાદ વધ્યો:
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ગોરવા દશામા તળાવ નજીક પાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે જયારે તેની નજીક જ આવેલા તળાવમાં ટ્રેક્ટરમાં લઈને આવેલી ગણપતિ બાપ્પાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે વિડીયો બનાવનાર યુવકે મૂર્તિઓ લઈને આવેલા ટ્રેક્ટરચાલકને પૂછવામાં આવ્યું તો તેણે જણાવતા કહ્યું હતું કે, આ ગણપતિ બાપ્પાની મૂર્તિઓ ગોત્રી સારાભાઈની બાજુમાંથી લઈને આવ્યા છીએ. ઉપરાંત આ ટ્રેક્ટર ખાલી કરવાના 600 રૂપિયા આપવામાં આવ્યા હોવાનું પણ તેઓએ જણાવતા કહ્યું છે. આ સમય દરમિયાન ત્યાં વોર્ડ નંબર 10ના નગરસેવક નીતિન દોંગાની પણ કાર હાજર હોવાનું જણાઈ આવતાં વિવાદ વધ્યો હોય તેવું લાગી રહ્યું છે.