મુંબઇ, અનુષ્કા શર્માની ફિલ્મ છકડા એક્સપ્રેસ તથા તૃપ્તિ ડિમરીની ફિલ્મ અફઘાની શો નિર્માતા અને ઓટીટી પ્લેટફોર્મ વચ્ચેની તકરારમાં ફસાઈ ગઈ છે. હવે આ બે ફિલ્મોની રિલીઝ માટે નવાં ઓટીટી પ્લેટફોર્મની શોધ ચાલી રહી છે.અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશે પોતાનાં પ્રોડક્શન હેઠળ આ ફિલ્મો બનાવી હતી. તે વખતે કર્ણેશ અને ઓટીટી પ્લેટફોર્મ વચ્ચે ટાઈઅપ હતું.
વાસ્તવમાં આ જ પ્રોડક્શનહેઠળની તૃપ્તિ ડિમરીની કલા અને બૂલબૂલસહિતની ફિલ્મો બહુ જ વખણાઈ હતી અને એનિમલથી નેશનલ ક્રશ બન્યા પહેલાં જ તૃપ્તિ આ ફિલ્મો થકી ઓટીટીની એક જાણીતી હિરોઈન બની ચૂકી હતી.
પરંતુ, હવે કહે છે કે પ્રોડક્શન હાઉસ અને ઓટીટી પ્લેટફોર્મ વચ્ચે બજેટ સહિતના કેટલાક મુદ્દે વિવાદ થયા છે. તેના કારણે ઓટીટી પ્લેટફોર્મે આ ફિલ્મો રિલીઝ કરવાનો ઈનકાર કરી દીધો છે. આથી હવે આ ફિલ્મો અન્ય ઓટીટી પ્લેટફોર્મને વેચવા પ્રયાસ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છકડાએક્સપ્રેસ મહિલા ક્રિકેટર ઝૂલણ ગોસ્વામીની બાયોપિક છે. આ ફિલ્મ બહુ લાંબા સમયથી તૈયાર થઈ ચૂકી હોવાનું કહેવાય છે.