મુંબઈ, અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી ના ઘરે પુત્રનો જન્મ થયો છે. મંગળવારે, અનુષ્કાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તેમના પુત્ર ’અકાય’ના જન્મની જાહેરાત કરી હતી. અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી, જેમાં જાણવા મળ્યું કે બાળકનો જન્મ ૧૫ ફેબ્રુઆરીએ થયો હતો.
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા .તેની નોટમાં લખ્યું હતું કે, ખુબજ ખુશી છે અને અમારું હૃદય પ્રેમથી છલકાયું છે, તમને દરેકને જણાવતા આનંદ થાય છે કે ૧૫મી ફેબ્રુઆરીએ અમે અમારા પુત્ર અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું છે! અમે અમારા જીવનના આ સુંદર સમયમાં તમારા આશીર્વાદ અને શુભેચ્છાઓ માંગીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સમયે અમારી પ્રાઇવસીનો આદર કરો. પ્રેમ અને કૃતજ્ઞતા, વિરાટ અને અનુષ્કા.
કપલએ તેમના બાળકનું નામ અકાય રાખ્યું છે. અકાય હિન્દી શબ્દ ’કાયા’ પરથી આવ્યો છે, જેનો અર્થ ભૌતિક શરીર થાય છે. અકાય એટલે કે જેઓ તેમના ભૌતિક શરીર કરતાં વધુ છે.રણવીર સિંહ , વાણી કપૂર અને અન્ય ઘણી હસ્તીઓએ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં નવા માતા-પિતાને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ તેમની પ્રેગ્નેન્સીના ન્યુઝ છૂપાવ્યા હતા. પ્રથમ વખતથી વિપરીત, કપલએ તેમના ખુશીના સમાચારની જાહેરાત કરવા માટે રાહ જોતા હતા.
થોડા અઠવાડિયા પહેલા, ક્રિકેટર એબી ડી વિલિયર્સે શેર કર્યું હતું કે વિરાટ અને અનુષ્કા તેમના બીજા બાળકની અપેક્ષા કરી રહ્યા છે. તેની યુટ્યુબ ચેનલ પર, ક્રિકેટરે કહ્યું, હા, તેનું બીજું બાળક આવવાનું છે. હા, ફેમિલી ટાઈમ છે અને તેમની માટે મહત્વપૂર્ણ છે. જો તમે તમારા માટે સાચા નથી, તો તમે અહીં શેના માટે છો તેનો તમે ટ્રૅક ગુમાવશો. મને લાગે છે કે મોટાભાગના લોકોની પ્રાથમિક્તા કુટુંબ છે. તમે તેના માટે વિરાટને જજ ન કરી શકો. હા, અમે તેને યાદ કરીએ છીએ. પરંતુ તેણે એકદમ સાચો નિર્ણય લીધો છે.