અનુષ્કા શર્મા દીકરાનાં જન્મ પછી ૭ મહિના બાદ લંડનથી ભારત પરત ફરી છે. છેલ્લાં કેટલાક અઠવાડિયા પહેલાં એક પોસ્ટ શેર કરી હતી ત્યારબાદ ફેન્સ એ અંદાજો લગાવી રહ્યાં હતા કે પરિવારની સાથે અનુષ્કા પાછી ફરી શકે છે. પરંતુ એક્ટ્રેસે ફેન્સનું દિલ તોડી દીધું કારણકે વિરાટ કોહલી અને દીકરો તેમજ દીકરી સાથે જોવા મળ્યાં નહીં. અનુષ્કા બુધવારનાં રોજ સવારે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ. લેડી બોસ અવતારમાં વાપસ આવતાંની સાથે ફેન્સ ખુશ થઇ ગયા છે અને એનો વેલકમ કરી રહ્યાં છે. આ સાથે અનેક લોકોએ અનુષ્કાને ટ્રોલ કરી છે.
એરપોર્ટ પરથી નીકળતી વખતે પૈપ્સને અનુષ્કા શર્માએ સ્માઇલ સાથે હાય-હેલ્લો કર્યુ અને પછી કારમાં બેસીને રવાના થઇ ગઇ છે. પરંતુ અનુષ્કાને એકલી જોઇને એ વાતની જાણ થઇ છે કે એક્ટ્રેસ વધારે સમય ભારત રોકાશે નહીં.
એક્ટ્રેસ જેટ બ્લેક પેન્ટની સાથે બ્લેક જેકેટ પેયર કરી હતી. આ આઉટફિટની સાથે એક્ટ્રેસે સનગ્લાસ પહેર્યા હતા. આ સાથે અનુષ્કાએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે બ્લેક સેન્ડલ અને નીટ બનની સાથે કમ્પ્લીટ કર્યો હતો. એવું લાગી રહ્યું છે કે અનુષ્કા એનાં કામને લઇને મુંબઇ આવી છે. જો કે આ વાત ક્લિઅર નથી કે એક્ટ્રેસ કોઇ શૂટ માટે આવી છે કે ઇવેન્ટ માટે. પરંતુ અનુષ્કાને એકલી જોઇને ફેન્સનાં મનમાં પણ જાતજાતનાં સવાલ થઇ રહ્યાં છે.