મુંબઇ,આઈપીએલની ૧૬મી સિઝનની ૧૬મી મેચ આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. ટોસ હારીને ૧૯. ૪ ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સે ૧૦ વિકેટના નુકશાન સાથે ૧૭૨ રન બનાવ્યા હતા. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સને ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશને ધમાકેદાર શરુઆત અપાવી હતી. કેપ્ટન રોહિત શર્માએ લાંબા સમય બાદ આઈપીએલમાં ફિફટી પણ ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સે અંતિમ ઓવરોમાં ૬ વિકેટથી જીત મેળવી હતી. અંતિમ ઓવરમાં રોમાંચક રમત જોવા મળી હતી.
પ્રથમ ઈનિંગમાં કેપ્ટન વોર્નર અને ગુજ્જુ ઓલરાઉન્ડર અક્ષર પટેલની ધમાકેદાર ફિફટી જોવા મળી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ચાવલા અને બેહરેનડોર્ફ ૩-૩ વિકેટ લીધી હતી. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ ઈજાગ્રસ્ત પણ થયો હતો. બીજી ઈનિંગમાં તિલક વર્મા અને રોહિત શર્મા વચ્ચે ૫૦થી વધુ રનની પાર્ટનશિપ થઈ હતી. તેમણે મુંબઈની પ્રથમ જીતનો પાયો નાંખ્યો હતો. સૂર્યકુમાર યાદવ આજે ફરી પ્રથમ બોલ પર આઉટ થયો હતો.
પ્રથમ ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પિયુષ ચાવલાએ ૪ ઓવરમાં ૨૨ રન આપીને ૩ વિકેટ લીધી હતી. જાસોન બેહરેનડોર્ફ ૩ ઓવરમાં ૨૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી. હિટ્રિકે ૧વિકેટ જ્યારે રિલે મેરેડિથે ૨ વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રોહિત શર્માએ ૬૫ રન, ઈશાન કિશને ૩૧ રન, તિલક વર્માએ ૪૧ રન, સૂર્યકુમાર યાદવે ૦ રન, ટિમ ડેવિડે ૧૩ રન, કેમરુન ગ્રીને ૧૭ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ૧૦ સિક્સર અને ૧૪ ચોગ્ગા જોવા મળ્યા હતા.
દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન
દિલ્હી કેપિટલ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં ડેવિડ વોર્નરે ૫૧ રન, પૃથ્વી શોએ ૧૫ રન, મનીષ પાંડેએ ૨૬ રન , યશ ધૂલે ૨ રન, રોવમેન પોવેલે ૪ રન, લલિત યાદવે ૨ રન, અભિષેક પોરેલે ૧ રન, કુલદીપ યાદવે ૦ રન, અક્ષર પટેલે ૫૪ રન, એનરિક નોરખિયાએ ૫ રન અને મુસ્તાફિઝુર રહેમાને ૧ રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં ૫ સિક્સર અને ૨૦ ચોગ્ગા જોવા મળ્યા હતા.
બીજી ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી મુકેશ કુમારે ૨ ઓવરમાં ૩૦ રન આપીને ૨ વિકેટ લીધી હતી. જ્યારે મુસ્તફિઝુર રહેમાને ૪ ઓવરમાં ૩૮ રન આપીને ૧ વિકેટ લીધી હતી.