ધર્મનો સાર છે માનવતા. મનુષ્યનું જીવન સફળ થાય એ જ ધર્મનું લ-ય છે. સંસારમાં સુખ-શાંતિ સ્થાપિત થાય, એ જ ધર્મનું લક્ષણ છે. તમામમાં એકબીજા પ્રતિ પ્રેમ, સહચર્ય, એક્તા અને સમર્પણભાવ જાગ્રત થાય, એ જ ધર્મનો ઉદ્દેશ્ય છે. ધર્મ પરિવાર, કુટુંબ, જાતિ, વર્ગ, સંપ્રદાય, દેશ અને ભૂમંડળમાં સર્વત્ર સમુદાયો સાથે પરસ્પર મેળ સાથે રહેવાનું શીખવ્યું છે. ધર્મે સદૈવન સહિષ્ણુતાને પુષ્ટિ કરી, સમરસતાને વિકસિત કરી. ધર્મ જીવન માત્રમાં સંવેદનનો પ્રેરક બન્યો. તમામ જીવધારી પ્રકૃતિ અનુસાર ચેતના વિકસિત કરે, આવી ક્રમિક પ્રક્રિયાનો સંસ્કાર સ્વાભાવિક છે. વિજ્ઞાન મૂખ્યત્વે માનવતાનું સહાયક તંત્ર છે. વિજ્ઞાન કર્મને ધર્મનો માર્ગ દેખાડ્યો છે. કર્મ વિના ધર્મની ઓળખ થઇ ન શકે. ધર્મરહિત કર્મનો કોઇ અર્થ નથી. ધર્મ વ્યાપક છે, કર્મ એટલું વ્યાપક નથી એટલે કે કર્મનો ધર્મના અંતર્ગત માનવાનું ઉચિત નહીં લેખાય. વિજ્ઞાનની પ્રતિબદ્ઘતા ધર્મ સાથે છે, એક રીતે તે ધર્મ પ્રતિ ઉત્તરદાયી છે. વિજ્ઞાન વસ્તુત: ધર્મનું શિક્ષણ અને તેની શિસ્તનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ યુગમાં સૌથી મોટો ભ્રમ એ છે કે, વિજ્ઞાન ઇશ્ર્વરના અસ્તિત્વને નથી માનતું અને તે પ્રકૃતિના રહસ્યોની શોધ કરી રહ્યું છે. પ્રકૃતિના રહસ્યો બિલકૂલ સાગરમાં છૂપાયેલા રત્નોના ભંડાર સમાન છે.
કોઇ મહાન વૈજ્ઞાનિકે સાચું જ કહ્યું છે કે મેં આજે જે શોધ કરી છે, તે નગણ્ય છે. બિલકૂલ એ જ રીતે જે રીતે કોઇ બાળક સમુદ્રના કિનારે બેસીને કેટલાક કાંકરા એકત્ર કરી ખુશ થાય છે. આ અનુભૂતિ એ એક વૈજ્ઞાનિકની છે જેના અનેક આવિષ્કારોએ વિશ્ર્વની તસવીર અને તકદીર બદલી નાખી છે. અન્ય વૈજ્ઞાનિકોએ પણ પ્રકૃતિની અંદર છૂપાયેલ પરમ સત્તાનો અનુભવ કર્યો છે. તે જ સત્તા સુધી પહોંચવાનો માર્ગ દેખાડનાર ધર્મ જ તો છે. વિજ્ઞાનની દિશા ધર્મ તરફ જાય છે, અધર્મ તરફ નહીં. આ જ રીતે વિજ્ઞાન માટે ધર્મનો માર્ગ જ સાચો અને કલ્યાણકારી છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇને કહ્યું હતું કે વિજ્ઞાન વિના ધર્મ અને ધર્મ વિના વિજ્ઞાન અધૂરૂ છું. વિજ્ઞાન જ્યાં પ્રકૃતિ અને પદાર્થોના સત્યને ઓળખવાનો પ્રયાસ કરે છે, ત્યાં ધર્મ ચેતનાના સત્યને જાણવા માટે પ્રયાસ કરે છે.