અનોખા લગ્ન : વર કન્યાએ દરિયામાં 60 ફૂટ ઉંડી ડૂબકી લગાવીને એકબીજાને વરમાળા પહેરાવી

લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે અવનવા રસ્તા અપનાવે છે. ત્યારે કોઇમ્બતુરમાં પણ આવા જ ક અનોખા લગ્ન થયા છે. આ લગ્નમાં વર કન્યે 60 ફૂટ ઉંડા પાણીમાં જઇને કબીજને વરમાળા પહેરાવી છે. વર કન્યા બને વ્યવસાયે સોફ્ટવેર એન્જિનયર છે. હવે તેમના આ લગ્ન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. સાથે જ લગ્નના ફોટો અને વીડિયો વાયરલ થઇ રહ્યા છે.

તામિલનાડૂના નીલકંરાઇ બીચ ઉપર ચિન્નાદુરાઇ અને શ્વેતાએ લગ્ન માટેના મુહૂર્તની રાહ જોઇ અને જેવો મુહૂર્તનો સમય આવ્યો કે બંનેએ સમુદ્રમાં છલાંગ લગાવી. આ દરમિયાન બંનેએ પારંપારિક વસ્ત્રો પહેર્યા હતા.

કન્યા છે તે કોઇમ્બતુરની રહેવાસી છે, તેણે જણાવ્યું કે જ્યારે તેના થનારા પતિ ચિન્નાદુરિએ સમુદ્રના પાણીની અંદર જઇને લગ્ન કરાવાનો પ્રસ્તાવ રજૂ કર્યો ત્યારે તેને ઘણું આશ્ચર્ય થયું અને ડર પણ લાગ્યો. બાદમાં તેના પતે સમજાવતા તેણી માની ગઇ.

જે વરરાજા છે તે તિરુવન્નમલઇના રહેવાસી છે, તેમણે કહ્યું કે બાળપણથી જે તેમને તરવાનો શોખ છે. જ્ય.રે તેઓ 12 વર્ષના હતા ત્યારથી જ સ્કૂબા ડાઇવિંગ પણ કરે છે. તેમણે તરવાની પ્રોફેશનલ ટ્રેનિંગ પણ લીધી છે. જ્યાંથી તેમણે તરવાની ટ્રેનિંગ લીધી તે લોકે જ તેમને લગ્ન માટેનો આવો આઇડિયા આપ્યો હતો, જે તેમને પણ પસંદ આવ્યો.

ચિન્નાદરાઇનું કહેવું છે કે અમે લોકોએ પાણી નીચે 45 મિનિટ વિતાવ્યા. પહેલા તેમણે શ્વેતાને પાણીની અંદર જ બુકે આપીને લગ્ન માટે પ્રપોઝ કર્યુ અને બાદમાં બંનેએ એકબીજાના ગળામાં વરમાળા પહેરાવી. સમુદ્રને સાક્ષી માનીને વચન આપ્યા અને ફેરા પણ લીધા. આ બધું જ પાણીની અંદર.

પહેલા જ્યારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવી, તે દિવસે સમુદ્ર શાંત ના હોવાના કારણે લગ્ન બંધ રહ્યા. બાદમાં સમુદ્ર શઆંત થવાની રાહ જોવામાં આવી. સોમવારે સવારે લગભગ સવારે સાડા સાત વાગ્યે જ્યારે સમુદ્ર શાંત હતો ત્યારે બંનેએ ડૂબકી લગાવી અને લગ્ન કર્યા.