- આગામી ૧૫મી ઓકટોબરથી
- ૫૦ ટકા કેપેસીટી સાથે સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્ષ ખોલી શકાશે
- એન્ટરટેઇનમેન્ટ પાર્ક, સ્વિમિંગ પુલ, પાર્ક અને ગાર્ડન, પણ ખોલી શકાશે
- બિઝનેસ ટુ બિઝનેસના એક્ઝીબિશન પણ કરી શકાશે
લુણાવાડા, કોવીડ-૧૯ના સંદર્ભમાં કેન્દ્ર સરકારે અનલોક-૫ની ગાઇડ લાઇન જાહેર કરી છે તે સંદર્ભમાં કલેક્ટર આર. બી. બારડે મહીસાગરવાસીઓને અનલોક-૫માં પણ કોરોના સંદર્ભની તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા અનલોક -૫ અંતર્ગત જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તે મુજબ આગામી તા.૧૫ ઓકટોબરથી સિનેમા હોલ, થિયેટર, મલ્ટીપ્લેક્ષમાં ૫૦ ટકા કેપેસીટી સાથે, એન્ટરટેઇનમેન્ટ પાર્કઅને તેના જેવા અન્ય પાર્ક, સ્વિમિંગ પુલ, પાર્ક, ગાર્ડન અને બિઝનેસ એક્ઝીબિશન પણ માર્ગદર્શિકા મુજબ ચાલુ કરી શકાશે તેમ જણાવ્યું છે.
કલેકટરએ કન્ટેઇનમેન્ટ વિસ્તારો અને ભવિષ્યમાં જે વિસ્તારને કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે તે તમામ વિસ્તારોમાં લોકડાઉન ચાલુ રહેશે. જયારે આંતરજિલ્લા અને આંતરરાજય મુસાફરી કરવાની થાય તો કોઇ પણ પ્રકારનો પ્રતિબંઘ ન હોવાનું વધુમાં ઉમેર્યું હતું.
શ્રી બારડે અનલોક-૫માં પણ કોરોના સંદર્ભે તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી હોવાનું જણાવી કોરોના સંક્રમણથી બચવા જેમની ઉંમર ૬૦ કે તેથી વધુ છે તેવા વડીલો અને જેમને અન્ય મોટી બિમારીઓ છે તેવા વડીલો અને ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને દસ વર્ષથી નીચેની ઉંમરના બાળકો પણ ઘરમાં જ રહે તે ખૂબ જરૂરી છે. જાહેર જગ્યાએ, ઘરની બહાર નીકળતા સમયે કે મુસાફરી કરતા સમયે અવશ્ય માસ્કનો ઉપયોગ કરીએ તેમજ સાથોસાથ દુકાનો કે જાહેર જગ્યાઓએ ૬ ફૂટનું અંતર જાળવી રાખીએ એ જ આજના સમયે કોરોના સંક્રમણ સામે બચવાનો એક માત્ર શ્રેષ્ઠ ઉપાય છે.