વલસાડ,
અંકલેશ્ર્વર ખાતે આવેલી સિકા કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રામ લઈને મુંબઈ જઈ રહેલા ટેમ્પા ચાલકે નંદાવલા હાઇવે ઉપર પાર્ક કરી ઉભેલા કન્ટેનરની પાછળ ટેમ્પો ચાલકે ધડાકા સાથે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ડ્રાયવર કેબિનમાં ટેમ્પો ચાલક દબાઈ જતા ટેમ્પો ચાલકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ અને ૧૦૮ની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટેમ્પાની ડ્રાયવર કેબિનમાંથી ટેમ્પો ચાલકની લાશનો બહાર કાઢતા ૨ કલાકથી.વધારે સમય લાગ્યો હતો. પોલોસે ક્રેઇનની મદદ વડે ટેમ્પો ચાલકની લાશનો ટેમ્પામાંથી લાશને બહાર કાઢી આગળની તજવીજ હાથ ધરી છે.
મુંબઇના રોસે ટ્રાન્સપોર્ટ સવસનો ટેમ્પો ન. MH-04-JK-3636 નો ચાલક તાલિબ અને અન્ય ટેમ્પો ચાલક સાથે અંકલેશ્ર્વર ખાતે આવેલી સિકા કંપનીમાં કેમિકલ ભરેલા ડ્રમ લઈને મુંબઈ જઈ રહ્યા હતા. હાઇવે ઉપર આવેલી ગુજરાત હોટલમાં સાથી ટેમ્પો ચાલક સાથે જમીને તાલિબ તેનો ટેમ્પો લઈને મુંબઈ તરફ રવાના થયો હતો. જે દરમ્યમ નંદવાલા હાઇવે ઉપર થર્ડ લેન્ડ ઉપર કોઈપણ સિગ્નલ બતાવ્યા વગર પાર્ક કેટલા કન્ટેનર પાર્ક કર્યું હતું. તેની પાછળ મુંબઈ તરફ જઈ રહેલા તાલિબ નો ટેમ્પો ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો. જેમાં ડ્રાયવર કેબિનમાં જ કેમ્પો ચાલકનું કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા ઇજાગ્રસ્ત ટેમ્પો ચાલકની મદદે દોડી આવ્યા હતા.
અકસ્માતને લઈને મુંબઈ તરફ જતા રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ અને ૧૦૮ની ટીમને કરી હતી. વલસાડ રૂરલ પોલીસ અને ૧૦૮ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકો અને રાહદારીઓની મદદ લઈને ટેમ્પો ચાલકને ડ્રાયવર કેબિનમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવા આવ્યા હતા. નજીકમાં આવેલી ક્રેઇનની મદદ લઈને ટેમ્પમાંથી ડ્રાયવરની લાશને બહાર કાઢવામાં આવી હતી. રૂરલ પોલોસે લાશનો કબ્જો મેળવી મેળવી આગળની તપાસ હાથ.ધરી છે. પોલોસે સાથી ટેમ્પો ચાલકની મદદ લઈને ઘટનાની જાણ ટ્રાન્સપોર્ટ કંપનીના સંચાલકને કરી આગળની તપાસ હાથ ધરી હતી.