અંકલેશ્વર: ગ્રામ્ય પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર : અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ બોલેરો કેમ્પર ગાડીના ચાલકને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો.

મૂળ રાજસ્થાન અને હાલ કામરેજના કોસમાડા ગામમાં રહેતા પ્રકાશ મનારામ થાનારામની બોલેરો કેમ્પર ગાડી નંબર-આર.જે.૨૨.જી.બી.૬૯૮૪ અંકલેશ્ર્વર તાલુકાનાં સરફુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેકટમાં ચાલે છે જે ગાડીનો ચાલક ઈશ્ર્વર બીજારામ સિરવી અને એક દિવસ માટે ચાલક તરીકે આવેલ લક્ષ્મણ નામનો ઈસમ ભેગા મળી ગત તારીખ-૨૪મી જાન્યુઆરીના રોજ ૧૪ લાખની ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા વાહન ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ વાહન ચોરીમાં સંડોવાયેલ ચાલક ઈશ્ર્વર બીજારામ સિરવીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.