અંકલેશ્ર્વર,
અંકલેશ્ર્વર જીઆઇડીસી પોલસે સારંગપુર ગામથી મહિલા બુટલેગરે ઘરના પાછળ બનાવેલા બાથરૂમમાં સંતાડેલો ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે તેની પાસેથી ઈંગ્લીશ દારૂની ૭૬ બોટલ મળી કુલ ૭૬૦૦ રૂપિયા દારૂ જપ્ત કર્યો હતો. અંકલેશ્ર્વર જીઆઇડીસી પોલીસની ટીમ સારંગપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, આદર્શ નગર ખાતે રહેતા મહિલા બુટલેગર અરુણા વિક્રમસિંહ રાઠવાએ મોટા પાયે ઈંગ્લીશ દારૂ લાવી વેચાણ કરી રહી છે. જે આધારે જીઆઇડીસી પોલીસ દ્વારા મહિલા બુટલેગરના ધરે દરોડા પાડ્યા હતા. જ્યાં ઘરમાં સર્ચ કર્યા બાદ ઘર પાછળ વાળામાં રહેલા બાથરૂમમાં સર્ચ કરતા અંદરથી ઈંગ્લીશ દારૂની ૧૮૦ એમએલની ૭૬ બોટલ મળી આવી હતી. પોલીસે કુલ ૭૬ બોટલ મળી ૭૬૦૦ રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ મહિલા બુટલેગર અરુણા રાઠવા ની ધરપકડ કરી હતી.