
મુંબઇ, અંક્તિા લોખંડે આ દિવસોમાં લોકપ્રિય ટીવી શો ’બિગ બોસ ૧૭’માં દરેક જગ્યાએ છે. તેની ચર્ચા માત્ર શોમાં જ નહીં બહાર પણ થઈ રહી છે. અંક્તિાએ શોમાં તેના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપૂત વિશે ઘણી વખત વાત કરી છે અને ઘણા ખુલાસા પણ કર્યા છે. અંક્તિાએ સુશાંત વિશે એક વખત પણ વાત કરી છે.છેલ્લા એપિસોડમાં અંક્તિા ઈશા માલવીયા અને અભિષેક કુમાર સાથે ગાર્ડન એરિયામાં બેઠી હતી તે દરમિયાન તેને તેના ઝલક દિખાલા જાના દિવસો યાદ આવ્યા.
તે તેમને કહે છે કે હું ઝલક દિખલા જામાં ટોપ ૫માં પહોંચી ગઈ હતી, પરંતુ પછી બહાર થઈ ગઈ હતી. કારણ કે આ પછી અભિષેક તેને પૂછે છે કે સુશાંત ક્યાં સુધી પહોંચ્યો હતો? તેના જવાબમાં અભિનેત્રી કહે છે કે તે ટોપ ૨માં હતી. આ પછી અંક્તિા મજાકમાં કહે છે, ’મેં તમને કહ્યું હતું કે જો તમે હારી જશો તો બહુ પ્રોબ્લેમ થશે’.
અંક્તિાએ વધુમાં જણાવ્યું કે સુશાંતને પહેલા પફોર્મન્સમાં જ પૂરા માર્ક્સ મળ્યા હતા. આ જોઈને તેને ખૂબ જ ઈર્ષ્યા થઈ રહી હતી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, ’એકવાર સુશાંતની ડાન્સ પાર્ટનર તેના ખોળામાં ચડી ગઈ, જેને જોઈને મને ખૂબ જ ઈર્ષ્યા થઈ. હું ખૂબ જ પોઝિટિવ છોકરી છું. મને સુશાંત પર ખૂબ ગુસ્સો આવ્યો. પહેલા મને નાની-નાની વાતો પર બહુ ગુસ્સો આવતો હતો, પણ હવે નથી આવતો.
જણાવી દઈએ કે આ પહેલા અંક્તિાએ પણ તેના અને સુશાંતના બ્રેકઅપ પાછળનું કારણ જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે સુશાંતે કોઈ કારણ વગર પોતાને તેનાથી દૂર કરી લીધી હતી, જેના પછી તે એકદમ તૂટી ગઈ હતી.