સંજેલીના માંડલી ગામના પરણિતાને પતિ અને સાસરીયાએ ત્રાસ આપતાં મહિલા પોલીસ મથકે ફરિયાદ

દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના માંડલી ગામે રહેતાં એક 27 વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસરીપક્ષના લોકો દ્વારા દહેજની માંગણી કરી અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ન્યાયની ગુહાર સાથે મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાંનું જાણવા મળે છે.

હાલ પોતાના પિયરમાં સીંગવડના લીંબોદર ગામે ડેમ ફળિયામાં રહેતાં અને સંજેલીના માંડલી ગામે ટાંડી ફળિયામાં પરણાવેલ 27 વર્ષિય રીટાબેન રમેશભાઈ બારીઆના લગ્ન તારીખ 25.05.2023ના રોજ તેમના સમાજના રીત રીવાજ મુજબ માંડલી ગામે ટાંડી ફળિયામાં રહેતાં વિકાસભાઈ ઉદેસિંહ બારીયા સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પરણિતા રીટાબેનને તેના પતિ વિકાસભાઈ તથા સાસરી પક્ષના બાલુબેન ઉદેસિંહ બારીઆ, હંસાબેન અતુલભાઈ બારીઆ અને અતુલભાઈ રામસીંગભાઈ બારીઆ (બંન્ને રહે. મોજરી, તા. મોરવા હડપ, જી. પંચમહાલ) નાઓએ સારૂ રાખ્યા બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને અવાર નવાર મેણા ટોણા મારી રીટાબેનના પતિ વિકાસભાઈએ કહેલ કે, તું મારાથી ઉંમરમાં મોટી છે અને મારાથી નીચી છે, તું મને ગમતી નથી, તુ મને છુટાછેડા આપી દે નહિ તો તને જાનથી મારી નાંખીશ તથા પરણિતા રીટાબેન પાસે દહેજની માંગણી કરી અવાર નવાર હેરાન પરેશાન કરી, મારઝુડ કરી, બેફામ ગાળો બોલતો હતો ત્યારે રીટાબેનના ઉપરોક્ત સાસરીપક્ષના લોકો રીટાબેનના પતિને છુટાછેડા આપી દેવામાં માટે ખોટી ચઢામણીઓ કરી રીટાબેન સાથે ઝઘડો તકરાર કરાવી શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેર પરણિતા રીટાબેન રમેશભાઈ બારીઆએ સીંગવડના લીંબોદર ગામે ડેમ ફળિયામાં રહેતાં પોતાના પિયરની વાટ પકડી હતી અને આ સંબંધે મહિલા પોલીસ મથકે પોતાના પતિ તથા સાસરીપક્ષના લોકો વિરૂધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.