- કપાસનું સૌથી વધુ 5525 હેક્ટરમાં વાવેતર, મગફળી, મકાઈ, બાજરી જેવા પાકોનું પણ વાવેતર કરાયું.
- તાલુકામાં અત્યાર સુધીમાં માત્ર 13.33 જ વરસાદ, હજુ વરસાદ ખેંચાશે તો વાવેતરને નુકશાન થવાનો ભય ઉભો થયો.
બાલાસિનોર તાલુકામાં 8367 હેક્ટરમાં જમીનનું ચોમાસુ વાવેતર થયું છે અને વાવેતરને હાર વરસાદની સાચી જરૂર છે, પરંતુ વરસાદ ન થતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે. તાલુકામાં અત્યાર સુધી માત્ર 13.33 ટકા જ વરસાદ થયો છે. જો તાલુકામાં સમયસર સારો વરસાદ શરૂ થઈ જાય તો હજુ ચોમાસું વાવેતરમાં વધારો થશે.
મહીસાગર જીલ્લામાં આ વર્ષે જુલાઈ મહિનો અડધો થઈ જવા છતાં વરસાદ ઓછો પડ્યો છે. બાલાસિનોર તાલુકામાં અત્યાર સુધીમાં માત્ર 13.33% વરસાદ નોંધાયો છે અને તે પણ છૂટો છવાયો જ પડ્યો છે. જેના કારણે અત્યાર સુધીમાં ચોમાસુ વાવેતર ની ઘટ જણાઈ રહી છે. દર વર્ષે ચોમાસામાં બાલાસિનોર તાલુકામાં 13 હજાર હેક્ટરમાં ચોમાસુ વાવેતર થાય છે. પરંતુ ઓછા વરસાદને કારણે આ વખતે 8367 હેકટર જમીનમાં જ ખેતી થઈ છે અને હજુ 5 હજાર હેક્ટરમાં વાવેતર બાકી છે. તાલુકામાં કપાસ, મકાઈ, સોયાબીન, શાકભાજી, બાજરી, તુવેર જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. તાલુકામાં કરાયેલ વાવેતરને હાલ પાણીની જરૂરિયાત છે, પરંતુ વરસાદ પડતો નથી અને ગરમી પડી રહી હોય કેટલાક વિસ્તારોમાં બિયારણ પણ બગડે તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે.
બાલાસિનોરમાં થયેલ ચોમાસું વાવેતર (હેક્ટરમાં)…
ડાંગર 35, બાજરી 626, મકાઈ 540, કપાસ 5525, સોયાબીન 180, મગફળી 210, શાકભાજી 355, ઘાસચારો 810, તુવેર 42, અડદ 44.