શહેરા,
શહેરા તાલુકાના અણીયાદ સ્કૂલમાં પ્રથમ ઇન્ફોટેક ફાઉન્ડેશન અને અમૂલના સહયોગથી કોડ ઉન્નતિ પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ મેળો અને ઈંગ્લીશ ફેસ્ટ-2023નું આયોજન કરવામાં આવ્યું. બાળકો દ્વારા કોમ્પ્યુટર અને ઈંગ્લિશ શિક્ષણને રસપ્રદ બનાવતા વિવિધતા સભર મોડલનું નિર્માણ કરી પ્રદર્શન યોજવામાં આવ્યું. શાળાના અને બાળકો, ગ્રામજનો અને આમંત્રિત મહેમાનોને બાળકો દ્વારા તમામ પ્રદર્શનની વિસ્તૃત સમજ આપવામાં આવી. આ પ્રસંગે પંચામૃત ડેરીના એમ.ડી. મિતેશ મહેતા જનરલ મેનેજર ડો.પ્રકાશભાઈ અને મેનેજર ડો.મહેશભાઈ, આ શાળાના પ્રિન્સિપાલ તથા પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશનની ટિમ તથા શાળા પરિવારના કાર્યને સૌએ બિરદાવ્યું હતું.