મુંબઇ, એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર અને તૃપ્તિ ડિમરીની વચ્ચે જે કેમેસ્ટ્રી દેખાડવામાં આવી છે તેને લોકોનો ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. તેમના ઈંટીમેટ સીનની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. ફિલ્મમાં આ સીને દર્શકોને સૌથી વધુ આકર્ષિત કર્યું. જો કે એક્ટ્રેસને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો. બંને કલાકારો વચ્ચેનાં ઈંટીમેટ સીન વિશે હવે તૃપ્તિ ડિમરીએ ખુલાસો કર્યો છે.
તૃપ્તિ ડિમરીએ પોતાના લેટેસ્ટ ઈંટરવ્યૂમાં એનિમલનાં આ સીનને લઈને સામે આવેલા ચેલેંજિસને લઈને વાત કરી હતી. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે રણબીર કપૂર અને ફિલમની ક્રૂની સાથે તેમણે કેવી રીતે આ બોલ્ડ સીન શૂટ કર્યો હતો. તૃપ્તિએ કહ્યું કે એક્ટર બનવું તેમનો નિર્ણય હતો. કોઈએ તેમને મજબૂર નથી કર્યું. તેવામાં તેમણે જે પણ કર્યું એ કંઈ ખોટું નહોતું કારણકે તે બસ એક કેરેક્ટર પ્લે કરી રહી હતી.
તૃપ્તિએ કહ્યું કે, એનિમલનો આ સીન શૂટ કરતી વખતે રૂમમાં માત્ર ૪ લોકો હતાં અને દરેક ૫ મીનિટમાં તેમને કમ્ફર્ટેબલ કરવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યાં હતાં. તૃપ્તિએ કહ્યું કે,’ સેટ પર માત્ર ૪ લોકો જ હતાં: હું, રણબીર, સંદીપ અને ડીઓપી દરેક પાંચ મિનીટમાં તેઓ મને પૂછી રહ્યાં હતાં કે,’ તું બરાબર છે ને..શું તને કંઈ જોઈએ છે.. શું તું કમ્ફર્ટેબલ છો’ જ્યારે તમારી આસપાસનાં લોકો તમને સપોર્ટ કરી રહ્યાં હોય તો તમને થોડું પણ વિચિત્ર ન અનુભવાય.’
તૃપ્તિએ કહ્યું કે, જ્યાં સુધી હું કમ્ફર્ટેબલ છું, જ્યાં સુધી સેટ પર મારી આસપાસનાં લોકો મારું ધ્યાન રાખે છે, જ્યાં સુધી મને ખબર છે કે હું જે કરી રહી છું તે સાચું છે હું કંઈ ખોટું નથી કરી રહી..ત્યાં સુધી હું આ કરતી રહીશ. કારણકે એક એક્ટર અને એક માણસ તરીકે હું મારા માટે આ જ ઈચ્છું છું. આ એવી ચીજ છે જેને હું એક્સપીરિયંસ કરવા ઈચ્છું છું.