‘એનિમલ’માં બળાત્કારના દ્રશ્યના વિવાદ પર બોબી દેઓલનો ‘મને કોઈ ખચકાટ નહોતો’

નવીદિલ્હી, એનિમલ’ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂરના વખાણ થઈ રહ્યા છે તો બોબી દેઓલના પણ ભરપૂર વખાણ થઈ રહ્યા છે. લોકો આ ફિલ્મના કેટલાક સીનને મહિલા વિરોધી અને ઝેરી ગણાવી રહ્યા છે. સૌથી વધારે તો બોબી દેઓલના એક સીન પર હોબાળો મચી ગયો છે. આ સીનમાં બોબી તેની પત્ની સાથે ઈન્ટિમેટ થવા માટે ખૂબ જ આક્રમક વર્તન કરતો જોવા મળ્યો હતો. હવે આ સીનને લઈને બોબી દેઓલે પોતાનું મૌન તોડ્યું છે.

બોબી દેઓલે તાજેતરમાં બોલિવૂડ બબલને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન આ સીન વિશે ઘણી વાતો કહી. અભિનેતાએ કહ્યું- ‘જ્યારે મેં મારા પાત્ર અબરાર વિશે સાંભળ્યું, ત્યારે મને સમજાયું કે પાત્ર કંઈપણ બોલ્યા વિના તેના પાત્ર સાથે ઘણું કરી શકે છે. આ પાત્રે મારામાં કંઈક અલગ જ બહાર કાઢ્યું છે.

માનસી તક્ષક સાથેના વૈવાહિક બળાત્કારના દ્રશ્યને લઈને બોબી દેઓલે કહ્યું – ‘મને આ સીનને લઈને કોઈ સમસ્યા કે સંકોચ નહોતો. હું માત્ર એક પાત્ર ભજવી રહ્યો હતો જે ખૂબ જ ખરાબ છે. જે તેની પત્ની સાથે આવું વર્તન કરે છે અને મેં પણ આવું જ કર્યું હતું.

રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થયા બાદથી ઘણા વિવાદોમાં ફસાઈ છે. આ ફિલ્મ વિશે અનેક પ્રકારની વાતો કહેવામાં આવી રહી છે. કેટલાક લોકો આ ફિલ્મોમાં રણબીરના પાત્રને ઝેરી ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક ડાયલોગને મહિલા વિરોધી ગણાવી રહ્યા છે. જો કે આ વિવાદો વચ્ચે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. તેમાં રણબીર અને બોબી ઉપરાંત રશ્મિકા મંદન્ના, તૃપ્તિ ડિમરી અને માનસી તક્ષક છે.