
મુંબઇ, રિલાયન્સ એડીએ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના પત્ની ટીના અંબાણી આજે મુંબઇમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટર સમક્ષ હાજર થયા હતા. ફોરેન એક્સચેંજ મેનેજમેન્ટ એકટ હેઠળ અનિલ અંબાણી અને ટીના અંબાણી સામે ઇડીમાં કેસ દાખલ થયો છે અને અગાઉ અનિલ અંબાણીની પુછપરછ ગઇકાલે કરવામાં આવી હતી. આજે ટીના અંબાણી તેમના ધારાશાસ્ત્રી સાથે મુંબઇમાં બેલાર્ડ એસ્ટેટમાં ઇડીની કચેરીએ હાજર થયા હતા અને હજુ પણ બંનેની વધુ પુછપરછ કરવામાં આવશે. અનિલ અંબાણીની ગઇકાલે ૧૦ વાગ્યાથી પુછપરછ ચાલુ કરી હતી અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલી હતી.
અનિલ અંબાણી અને કુટુંબે વિદેશમાં કેટલીક મિલ્ક્તો મેળવી છે. પરંતુ તેની કોઇ માહિતી આવક વેરા કે ઇડી સમક્ષ રજુ કરવામાં આવી ન હતી તેમની વિદેશી કંપનીઓ અંગે પણ ઇડી તપાસ કરી રહી રહ્યું છે અને આવક વેરા ખાતાએ બ્લેક મની એકટ હેઠળ રૂા. ૪ર૦ કરોડની બિનહિસાબી આવક અને સ્વીસ બેંકોમાં રૂા.૮૪૦ કરોડ જે બેંક ખાતામાં જમા હતા તે અંગે પણ કેસ નોંધાયા છે.