અમદાવાદ, અમદાવાદમાં આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા. આ દરોડામાં કરોડોની હેરાફરીના વધુ શંકાસ્પદ બેંક ખાતા મળ્યા. આંગડિયા પેઢીમાં કિક્રેટ સટ્ટા રેકેટમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો. આ મામલે અમિત મજેઠીયાના શંકાસ્પદ બેંક ખાતાની તપાસ કરવામાં આવી. તપાસ દરમ્યાન બેંક ખાતામાં ૧૮ કરોડ જમા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી.
પાંચ દિવસ પહેલા શહેરમાં આંગડિયા પેઢી પર સીઆઈડી ક્રાઈમ અને ઇક્ધમટેક્સના દરોડો પાડવામાં આવ્યા હતા. આ દરોડમાં ૧૫ કરોડ રોકડા, સોનું અને ૭૫ લાખનું વિદેશી ચલણ ઝડપાયુ. વિભાગ દ્વારા સીજી રોડ પર બાતમીના આધારે પ્રાઈમ આંગડિયા, પીએમ આંગડીયા અને માણેકચોકની એચએમ આંગડિયામાંથી કરોડો રૂપિયાની હેરાફરી મામલે એક્સાથી દરોડા પાડવામાં આવ્યા. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ ક્રિકેટના સટ્ટાનું આ રેકેટ દુબઈના બુકીઓથી ચાલતુ હોવાની શંકા છે. એવું માનવામાં આવે છે કે આંગડિયા પેઢી પરના દરોડામાં હવે ઈડીને પણ જોડવામાં આવી શકે.
આંગડીયા પેઢીના દરોડામાં ચાલી રહેલ તપાસમાં અમદાવાદની ૧૧ અને સુરતની ૧ પેઢીના ખાતા સીઝ કરવામાં આવ્યા. તપાસમાં ૧૮ કરોડ રોકડ રૂપિયા સાથે ૭૫ લાખની વિદેશી કરન્સી પણ જપ્ત કરવામાં આવી. આ ઉપરાંત તપાસ એજન્સીએ દરોડામાં ૩ લેપટોપ, ૨ પેન ડ્રાઈવ અને ૧ મેમરી કાર્ડ, ૯૦ મોબાઈલ ફોન, એક કોમ્પ્યુટર, ૧ કિલો ગોલ્ડ પણ જપ્ત કર્યું. દરોડામાં જપ્ત કરાયેલ તમામ મુદામાલની ફોરેન્સિક તપાસ કરાશે. તેના બાદ વધુ વિગતો સામે આવી શકશે.