મુંબઇ, હૃતિક રોશન બોલિવૂડના સૌથી પ્રિય અભિનેતાઓમાંના એક છે. તેની ઉત્તમ અભિનય ક્ષમતા ઉપરાંત, તે તેના દેખાવ અને નૃત્ય કુશળતા માટે પણ જાણીતો છે. તેના દેખાવના કારણે તેને બોલિવૂડનો ગ્રીક ગોડ પણ કહેવામાં આવે છે. હાલમાં જ તે ફિલ્મ ’ફાઈટર’માં જોવા મળ્યો હતો. જો કે, એક ફિલ્મ નિર્દેશક એવો પણ છે જેને એક સમયે લાગ્યું હતું કે રિતિક ક્યારેય સ્ટાર બની શકશે નહીં.
હાલમાં જ ડિરેક્ટર રામ ગોપાલ વર્માની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં તે રિતિકની ડેબ્યૂ ફિલ્મ ’કહો ના પ્યાર હૈ’ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેણે કહ્યું, જ્યારે મેં રિતિક રોશનને જોયો ત્યારે મેં વિચાર્યું ન હતું કે તે સ્ટાર બની શકશે. ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ વિચાર્યું ન હતું કે તે સ્ટાર બની શકશે. આ કારણે જ્યાં સુધી ’કહો ના પ્યાર હૈ’ રિલીઝ ન થઈ ત્યાં સુધી તેને કોઈએ સાઈન કર્યો નહીં. જો કે, તે સુપરસ્ટાર બનતાની સાથે જ બધા તેની પાછળ દોડવા લાગ્યા. રામ ગોપાલ વર્મા તેમની ફિલ્મો ’સત્યા’, ’કૌન’, ’રંગીલા’, ’કંપની’, ’સરકાર’ વગેરે માટે જાણીતા છે. ફિલ્મો સિવાય તે ઘણીવાર પોતાના નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. રામ ગોપાલ વર્માના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આ વર્ષે નિર્માતા અને દિગ્દર્શક તરીકે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. હાલમાં જ તેની ફિલ્મ ’વ્યોહમ’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ આંધ્રપ્રદેશના રાજકારણથી પ્રેરિત છે.