આંધ્રપ્રદેશમાં બન્ની પર્વ દરમિયાન અકસ્માત, બે લોકોના મોત,૪૦ લોકો ઇજાગ્રસ્ત

કુર્નૂલ, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના દેવરગટ્ટુ ગામમાં એક મોટો અકસ્માત થયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર આ બન્ની પર્વમાં બે લોકોના ઝાડ પરથી પટકાતા મોત થયા હતા.આ અંગે એક પોલીસ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે કુર્નૂલ જિલ્લાના દેવરગટ્ટુ ગામમાં બન્ની તહેવાર દરમિયાન બે લોકોના મોત થયા હતા અને લગભગ ૪૦ લોકો ઘાયલ થયા હતા.મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે આયોજિત બન્ની ઉત્સવ દરમિયાન થયેલી દુર્ઘટના વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે ઝાડ પરથી પડી જવાથી બંને લોકોના મોત થયા હતા. કોઈએ તેમની તરફ સળગતી મશાલ ફેંકવામાં આવી હતી,જેના કારણે બંને ઝાડ પરથી પડી ગયા હતા અને તેમનું મોત નિપજયું હતું.

મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે આયોજિત બન્ની ઉત્સવ દરમિયાન થયેલી દુર્ઘટના વિશે માહિતી આપતા અધિકારીએ જણાવ્યું હતું કે ઝાડ પરથી પડી જવાથી બંને લોકોના મોત થયા હતા. કોઈએ તેમની તરફ સળગતી મશાલ ફેંકી હતી, જેના કારણે ભાગવાનો પ્રયાસમાં બંને જણા ઝાડ પરથી પડી ગયા હતા.કુર્નૂલ એસપીએ કહ્યું, “તહેવાર દરમિયાન પરંપરાગત લાકડીની લડાઈમાં ૪૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.કર્ણાટકના અન્ય એક વ્યક્તિનું કુદરતી કારણોસર મૃત્યુ થયું હતું. આ તહેવાર સામાન્ય રીતે દર વર્ષે ઉજવવામાં આવે છે. મધ્યરાત્રીએ ઉજવવામાં આવે છે.