અનન્યા બોયફ્રેન્ડ આદિત્ય સાથે બર્થ ડે મનાવવા માલદીવ ઉપડી

મુંબઈ: અનન્યા પાંડે તેનો બર્થ ડે બોયફ્રેન્ડ આદિત્ય રોય કપૂર સાથે માલદિવમાં મનાવશે. આ પ્રેમી યુગલ મુંબઈથી માલદિવ રવાના થતાં પહેલાં એરપોર્ટ પર દેખાયું હતું. 

અનન્યા અને આદિત્યએ તેમની રિલેશનશિપ વિશે સત્તાવાર ઘોષણા કરી નથી. જોકે, હવે તેમણે પોતાના સંબંધો છૂપાવવાનું પણ બંધ કરી દીધું છે. હજુ શુક્રવારે રાતે બંને ડિનર ડેટ પર સાથે નીકળ્યાં હતાં. ત્યારે તેમણે જાહેરમાં પ્રેમ ચેષ્ટાઓ કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. અનન્યાએ આદિત્યને આલિંગન આપ્યું હતું અને તેના ખભા પર માથું પણ ઢાળી દીધું હતું. અત્યાર સુધી તેઓ સાથે સાથે આવતાં જતાં દેખાયાં છે પરંતુ આ પહેલીવાર તેમણે જાહેરમાં એકમેક માટે લાગણી દર્શાવી હતી. 

હવે બંને સાથે સાથે માલદીવ જવા પણ રવાના થયાં છે. તા. ૩૦મી ઓક્ટોબરે અનન્યાનો જન્મદિવસ છે. તે પહેલાં તે અને આદિત્ય મુંબઈ એરપોર્ટ પર દેખાયાં હતાં. પિંક ટી શર્ટ અને ડેનિમ જિન્સમાં સજ્જ અનન્યાએ કોઈ સંકોચ વિના ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યા હતા.  હજુ સુધી અનન્યા કે આદિત્ય કે પછી તેમના પરિવારજનોએ પણ તેમના સંબંધો વિશે કોઈ ફોડ પાડયો નથી.