અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીના મેનુમાં રામેશ્વરમ કૅફેનાં ઇડલી-ઢોસા

મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ ઇવેન્ટનું ઇટલીમાં સેલિબ્રેશન શરૂ થઈ ગયું છે. હાલમાં જ બૅન્ગલોરની ફેમસ રામેશ્વરમ કૅફેએ પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર અનંત-રાધિકાની પ્રી-વેડિંગ ક્રૂઝ પર મહેમાનોને પોડી ઇડલી અને પોડી ઢોસા સર્વ કરતા ફોટો શૅર કર્યા છે. કૅફે દ્વારા આ ઇવેન્ટને સૌથી શ્રેષ્ઠ પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગણાવાયું છે.સેલિબ્રિટી એસેન્ટ નામની ક્રૂઝ પર દેશ-દુનિયાની હસ્તીઓ અંબાણી પરિવારની મહેમાન બની છે