અનંત-રાધિકાના લગ્નની ચાલતી તડામાર તૈયારીઓ, ૨૫૦૦ ડીશ, ૧૦ માસ્ટર શેફ, ૧૦૦ પ્રાઇવેટ જેટ

મુકેશ અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણી ૧૨ જુલાઇના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે અને લગ્નના બીજા ફંક્શન ૧૪ જુલાઈ સુધી ચાલશે. લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને હાલમાં જ સંગીત અને હલ્દી સેરેમની યોજાઈ હતી. અનંત અને રાધિકાના લગ્ન માટે ઘણા વીવીઆઇપી અને વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપ્યું છે.

મુકેશ અંબાણીએ અનંત અને રાધિકાના લગ્ન માટે ખૂબ જ ખાસ તૈયારીઓ કરી છે અને વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપ્યું છે. એટલું જ નહીં તેના માટે પ્રાઈવેટ જેટ પણ ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન મુંબઈના જીયો વર્લ્ડ સેન્ટરમાં થશે અને અહેવાલ મુજબ મુકેશ અંબાણીએ દરેક રાજ્યોના મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યું છે. આટલું જ નહીં વિદેશથી પણ ઘણા વીવીઆઇપીઁ મહેમાનોને બોલાવવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીના સમગ્ર પરિવારને ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ રાખવામાં આવશે.આઇએસઓએસ (ઇન્ટિગ્રેટેડ સિક્યુરિટી ઓપરેટિંગ સિસ્ટમ) સેટઅપ પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.બીકેસીમાં ૧૦ એનએસજી કમાન્ડો અને પોલીસ અધિકારીઓ, ૨૦૦ આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ્સ, ૩૦૦ સુરક્ષા સભ્યો અને ૧૦૦ થી વધુ ટ્રાફિક અને મુંબઈ પોલીસ કર્મચારીઓની સુરક્ષા ટીમ તૈનાત કરવામાં આવશે. તે જ સમયે, ફાલ્કન-૨૦૦૦ સહિત ૧૦૦ ખાનગી જેટ વીવીઆઇપી મહેમાનોના અવર-જવર માટે તૈયાર છે. સાથે જ એવું કહેવાય રહ્યું છે કે અનંત-રાધિકાએ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલા આઉટફિટ પહેરવાના છે. સાથે જ એવું કહેવાય રહ્યું છે કે અનંત અને રાધિકા લેશ મોબ ડાન્સ સાથે એન્ટ્રી કરશે અને કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટની દેખરેખ હેઠળ ૬૦ ડાન્સર્સ સાથે પરફોર્મ કરશે.

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નના મેનુની વાત કરીએ તો તેમાં એક હજારથી વધુ વાનગીઓનો સમાવેશ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ૧૦ થી વધુ આંતરરાષ્ટ્રીય શેફ આ વાનગીઓ તૈયાર કરશે. સાથે જ એવું પણ કહેવાય રહ્યું છે કે વીવીઆઇપી મહેમાનો માટે ખાસ રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે અને એમને કરોડોની કિંમતની ઘડિયાળો આપવામાં આવશે. સાથે જ બીજા મહેમાનો માટે અલગ રિટર્ન ગિફ્ટ તૈયાર કરવામાં આવી છે.