મુંબઈ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ શાહરૂખ ખાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર ગયો હતો. અહેવાલ મુજબ બોલિવૂડના સુપરસ્ટાર કપલના લગ્નમાં તેમના પરફોર્મન્સ માટે જામનગરની મુલાકાતે આવ્યા હતા. ૨૨ ફેબ્રુઆરી, ગુરુવારે મુંબઈ જતા પહેલા તેણે જામનગરમાં એક દિવસ વિતાવ્યો હતો.
શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અભિનેતા જામનગર એરપોર્ટ પર જતો જોવા મળી રહ્યો છે.
જામનગરમાં એક દિવસ વિતાવ્યા બાદ શાહરૂખ ખાન એરપોર્ટ પરથી મુંબઈ જવા નીકળતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક્ટર હંમેશાની જેમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. જો કે, વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેની ઝલક જોઈને અભિનેતાને ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે. શાહરૂખ ખાન કેમેરા સામે જોયા વગર જ ઉતાવળમાં એરપોર્ટમાં પ્રવેશતો જોવા મળ્યો હતો.