નાથદ્વારા,
શૈલા અને વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ અને નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની રોકા (સગાઈ) વિધિ આજે રાજસ્થાનના નાથદ્વારા ખાતેના શ્રીનાથજી મંદિરમાં પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં કરવામાં આવી હતી અને મંદિરના પૂજારીઓએ કપલને આશીર્વાદ આપ્યા હતા. યુવા દંપતીએ તેમના આગામી લગ્ન જીવન માટે ભગવાન શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં દિવસ વિતાવ્યો અને મંદિરમાં પરંપરાગત રાજ-ભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો. પરિવાર અને મિત્રો સાથે મળીને આજનો ખુશીનો પ્રસંગ પછીથી ઉજવશે.
અનંત અને રાધિકા થોડા વર્ષોથી એકબીજાને ઓળખે છે અને આજના સમારંભથી આગામી મહિનાઓમાં તેમના લગ્નની ઔપચારિક યાત્રા શરૂ થશે. બંને પરિવારો રાધિકા અને અનંત માટે દરેકના આશીર્વાદ અને શુભકામનાઓ માંગે છે કારણ કે તેઓ તેમના જીવનની એક નવી યાત્રા શરૂ કરી રહ્યા છે.
અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવસટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારથી તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિતના પદે કાર્યરત છે. તેઓ હાલમાં ઇૈંન્ના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકા ન્યુયોર્ક યુનિવસટીની સ્નાતક છે અને બોર્ડ ઓફ એક્ધોર હેલ્થકેરમાં ડિરેક્ટર તરીકે સેવા આપે છે.