આણંદમાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો, ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતા

આણંદમાંથી પાકિસ્તાની જાસૂસને ઝડપ્યો, ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતાગુજરાત એટીએસ (Anti-Terrorism Squad)ને મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત ATSએ આણંદ જિલ્લામાંથી પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે. જે બાદ તેની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પાકિસ્તાની જાસૂસ 1999થી ગુજરાતમાં રહેતો હોવાનો અને ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હોવાનું સામે આવ્યું છે. તે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પાકિસ્તાનમાં માહિતી મોકલતો હતો. હાલ ગુજરાત ATS દ્વારા પાકિસ્તાની જાસૂસની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, ગુજરાત ATSની ટીમે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી પાકિસ્તાની જાસૂસ લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૂળ પાકિસ્તાની લાભશંકર મહેશ્વરી 1999માં પત્ની સાથે ભારત આવ્યો હતો. તે શરૂઆતમાં તારાપુરમાં તેના સાસરિયામાં રહેતો હતો. જે બાદ તેણે લાંબા સમય સુધી વિઝા માટે એપ્લાય કરવાનું ચાલું રાખ્યું હતું. 

તારાપુરમાં તેણે સાસરિયાઓની મદદથી કરિયાણાની દુકાન શરૂ કરી હતી. જે બાદ તેને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. એવું પણ સામે આવ્યું છે કે તે ગત વર્ષે પાકિસ્તાન માતા-પિતાને મળવા ગયો હતો. માનવામાં એવું પણ આવે છે કે તે ત્યારથી જ તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે વાતચીત કરી રહ્યો છે. જરાત ATSને ઘણા સમયથી તેના પર શંકા હતી. 

સેન્ટ્રલ એજન્સી તરફથી વિગતો મળ્યા બાદ આ શખ્સ પર ગુજરાત ATS નજર રાખી રહી હતી. જાસૂસ ટેક્નોલોજીથી ડિફેન્સના કર્મચારીઓની માહિતી પાકિસ્તાન મોકલતો હતો. આ માહિતી આપવાના બદલામાં તેને મોટી રકમ મળતી હોવાનું ATSને જાણવા મળ્યું છે. હાલ જાસૂસને ATSની કસ્ટડીમાં લઈ લેવાયો છે અને ઉલટ તપાસ ચાલુ કરવામાં આવી છે.