આણંદ માં ટ્રક ચાલકે બાઈકને ટક્કર મારતા બાઇક ચાલકનું મોત,

આણંદ : રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આજે આણંદમાં ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલકનું મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. આ અકસ્માતનો બનાવ બોરસદની આણંદ ચોકડી પાસે બન્યો હોવાનું સામે આવ્યો છે. જ્યારે ટ્રકના ટાયર બાઈક ચાલક પર ફરી વળતા મોત થયુ હોવાનું સામે આવ્યુ છે.

હજી અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતની ઘટનામાં બની છે. જેમાં કાર ચાલકે 9 લોકોનો જીવ લીધો છે. રાજ્યમાં બેફામ વાહન હંકારવાને લઈ અકસ્માત સર્જાઈ રહ્યો છે. તો ગઈ કાલે અમદાવાદના મણીનગર વિસ્તારમાં ભૈરવનાથ રોડ પર કાર ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. તો કારમાંથી દારુની પણ બોટલ મળી આવી હતી.