આણંદમાં બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આણંદ, આણંદ જીલ્લામાંથી વધુ એક બોગસ માર્કશીટ કૌભાંડ ઝડપાયું છે. શિવ ઓવરસીસ કંપનીના સંચાલકો નકલી માર્કશીટ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. વિદેશ જવાની લાલચ આપી બોગસ માર્કશીટો બનાવ્યું હોવાનું ખુલ્યું છે. આણંદ એસઓજીએ ૨ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાત રાજ્યમાં વિદેશ જવાની ઘેલછા ધરાવતા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ વિદેશ મોકલવાની લાલસા આપી લાખો રૂપિયા પડાવી રહી છે. ત્યારે આણંદમાં વધુ એક કૌભાંડ ખુલ્યું છે. મળતી માહિતી અનુસાર આણંદ જીલ્લામાં શિવ ઓવરસીસ કંપનીના સંચાલકો નકલી માર્કશીટ બનાવતા હોવાનો પર્દાફાશ થયો છે. સંચાલકો વિદ્યાર્થીઓને વિદેશની શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન અપાવીશું તેમ જણાવી લાખ રૂપિયા લૂંટી રહી છે.

આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલાની જાણ એસઓજી પોલીસને થતાં ૨ વિદ્યાર્થીઓની ૧૬ જેટલી બોગસ માર્કશીટ હોવાનું ખુલ્યુ છે. તપાસ કરતાં આણંદ ટાઉન પોલીસે ૨ આરોપીઓ અંક્તિ પટેલ અને ધવલ પટેલની કરી ધરપકડ કરી છે. આગામી દિવસોમાં હજુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.