આણંદ, આણંદ એલસીબીની ટીમે પિસ્તોલ વેચતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પાણીપુરીના ધંધાની આડમાં વેપારી પિસ્તોલ વેચવાનું જાણવા મળતા આણંદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે.
અસામાજીક તત્વોનું દૂષણ વધતું જઈ રહ્યું છે. ત્યારે આણંદ એલસીબીએ પિસ્તોલ વેચતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આણંદ એલસીબીએ બે શખ્સોને લોડેડ પિસ્તોલ સાથે પકડ્યા છે. આ બે શખ્સો એક્ટિવા પર જઈ રહ્યા હતા. એક્ટિવાની તલાશી લેતાં ડેકીમાંથી લોડેડ પિસ્તોલ મળી આવી હતી તેમજ તેમની પૂછપરછ કરતાં માલૂમ પડ્યું કે તેઓ પાણીપુરી વેચતા વેપારી પાસેથી પિસ્તોલ લીધાનું કબૂલ્યું હતું. આણંદ એલસીબીએ આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.