
આણંદ, આણંદના બોરસદમાં યુવતી પર ત્રણ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. ૨૧ વર્ષીય યુવતી પર દુષ્કર્મ કરાતા બોરસદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી, ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં દીકરીઓ, મહિલાઓ સાથે ધોળા દિવસે ગુનાઓ થઈ રહ્યા છે. દીકરીઓ હવે સુરક્ષિત રહી શક્તી નથી તેવું આ ઘટના પરથી જણાઈ રહ્યું છે. આણંદ જીલ્લાના બોરસદ તાલુકામાં ૨૧ વર્ષીય યુવતી સાથે ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ ડરના કારણે યુવતીએ તેની આપવીતી કોઈને જણાવી નહોતી. જોકે, યુવતીને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.દીકરીના જીવનમાં દુર્ઘટના ઘટતા માતાપિતા અને દીકરીએ ત્રણ નરાધમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી ઝડપી કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.