અનામત માટે હવે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકે છે

સુપ્રીમ કોર્ટની ૭ જજોની બંધારણીય પીઠે ગુરુવારે બહુમતથી એક મહત્વનો ચુકાદો આપ્યો જે મુજબ હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કોટામાં કોટાને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે અનામત માટે હવે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકે છે. બંધારણીય પીઠે ૨૦૦૪માં ઈવી ચિન્નૈયા કેસમાં અપાયેલા ૫ જજોના ચુકાદાને પલટી નાખ્યો છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ST/SC માં સબ કેટેગરી બનાવી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે એસસી/એસટીના કોટામાં કોટાને યથાવત રાખ્યું છે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડે ૬-૧ ના બહુમતથી અપાયેલો આ ચુકાદો વાંચી સંભળાવ્યો. જસ્ટિસ બેલા ત્રિવેદીએ બાકી જજોથી અસહમતિ જતાવતા આ વિરુદ્ધ મત આપ્યો. સીજેઆઈએ કહ્યું કે અમે ઈવી ચિન્નૈયા કેસમાં અપાયેલા ચુકાદાને ફગાવી દીધો છે. પેટા વર્ગીકરણ કલમ ૧૪નો ભંગ કરતો નથી. કારણ કે ઉપવર્ગોને યાદીમાંથી બહાર રખાયા નથી.

ચુકાદો વાંચી સંભળાવતા સીજેઆઈએ કહ્યું કે વર્ગોથી અનુસૂચિત જાતિઓની ઓળખ ક રવા માટે ઉપયોગમાં લેવાયેલા માપદંડથી જ ખબર પડે છે કે વર્ગોની અંદર વિવિધતા છે. તેમણે કહ્યું કે કલમ ૧૫, ૧૬માં એવું કશું જ થી જે રાજ્યને કોઈ જાતિને પેટા વર્ગીકરણ કરતા રોક્તા હોય. જો કે સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે પેટા વર્ગીકરણનો આધાર રાજ્યો દ્વારા માત્રાત્મક અને પ્રદર્શનયોગ્ય આંકડાઓ દ્વારા યોગ્ય ઠેરવવા જોઈએ, તેઓ પોતાની મરજીથી કામ કરી શકે નહીં.

જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે ગ્રાઉન્ડ હકીક્તથી ઈનકાર કરી શકાય નહીં. એસસી/એસટીની અંદર એવી કેટેગરીઓ છે જેમણે સદીઓથી ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું કે પેટા વર્ગીકરણનો આધાર એ છે કે મોટા સમૂહના એક સમૂહે વધુ ભેદભાવનો સામનો કરવો પડે છે. જસ્ટિસ ગવઈએ ચુકાદામાં જણાવ્યું કે પેટા વર્ગીકરણની મંજૂરી આપતી વખતે રાજ્ય ફક્ત એક પેટા વર્ગ માટે ૧૦૦% અનામત રાખી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની અંદર પેટા વર્ગીકરણની મંજૂરી આપી દીધી છે. એટલે કે તેના દાયરામાં આવતી જાતિઓની અલગ અલગ કેટેગરી બનાવી શકાશે. સિલેક્ટેડ કેટેગરીની જાતિઓને નિર્ધારિત મર્યાદાની અંદર વધુ અનામત મળશે. દાખલા તરીકે કોઈ રાજ્યમાં ૧૫૦ જાતિઓ જીઝ્ર કેટેગરીમાં આવે છે, રાજ્ય સરકાર ઈચ્છે તો તેની અલગ અલગ કેટેગરી બનાવીને તેમને અનામતમાં વેઈટેજ આપી શકે છે.