કાલોલ, કાલોલ તાલુકા માંથી એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કરી જણાવેલ કે, એક બહેન મળી આવેલ છે. તેથી 181 રેસ્ક્યું ધટના સ્થળે પહોચી. બહેન સાથે વાતચીત કરતા બહેન યુપી થી મુંબઈ રેલ્વે ટ્રેનમાં બેસી આવી. ડેરોલ રેલ્વે સ્ટેશન ઉતરી ગઈ હતી. બહેન ત્યાંથી ચાલતા સમાં કેનાલ પાસે પહોંચી જતા એક જાગૃતિ વ્યક્તિ એ ફોન કરી 181ની મદદ લીધી.181 ટીમ દ્વારા બહેન સાથે વાતચીત કરી. બહેનનું અસરકારક કાઉન્સેલિંગ કરી બહેનને આશ્વાસન આપી બહેન પાસે સમગ્ર માહિતી મેળવી. બહેન મૂળ યુપીના મુજફર નગરના રહેવાસી હોય. બહેન ઘરેથી કીધા વગર નીકળી આવેલ. બહેનનાં ફેમિલીનો કોન્ટેક્ટ નંબર મેળવી તેમના ફેમિલીને ફોન કરી પૂરૂં સરનામું મેળવી બહેનને લેવા આવવા નીકળી ગયા હોય. તેથી હાલ બહેનને આશ્રયની જરૂર હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર ગોધરા ખાતે આશ્રય અપાવેલ.