
- અમૂલના દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રુપિયાનો વધારો
- આવતી કાલથી અમૂલનો નવો ભાવ વધારો થશે લાગુ
- છેલ્લા એક વર્ષમાં લિટરે 6 રૂપિયાનો ભાવ વધારો કરાયો
અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલના દૂધમાં લિટરે બે રુપિયાનો ભાવવધારો લાગુ કરાતા આવતીકાલથી અમૂલ ગોલ્ડના 500 MLનો ભાવ 31 રૂપિયા થઇ જશે. તો અમૂલ શક્તિના 500 MLનો ભાવ 28 રુપિયા થઇ જશે. જ્યારે અમૂલ તાજાના 500 MLનો ભાવ 25 રુપિયા થઇ જશે.
