કોલકતા, કોલકત્તા હાઈકોર્ટના જજ પદેથી નિવૃત્ત થયેલા જસ્ટિસ ચિત્તરંજન દાસે કંઈક એવું કહ્યું જે હેડલાઈન્સ બની ગયું છે. તેમના વિદાય સમારંભને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સભ્ય હતો.કોલકત્તા હાઈકોર્ટમાં ન્યાયાધીશો અને બારના સભ્યોની હાજરીમાં, ન્યાયમૂત ચિત્તરંજન દાસે કહ્યું, ભલે કેટલાક લોકોને તે પસંદ ન હોય, મારે અહીં સ્વીકારવું પડશે કે હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો સભ્ય હતો અને છું.નિવૃત્તિ પછી વિદાય સમારંભમાં બોલતા જસ્ટિસ ચિત્તરંજન દાસે જણાવ્યું હતું કે જો સંસ્થા તેમને કોઈપણ સહાય માટે અથવા કોઈપણ કાર્ય માટે બોલાવે જેમાં તેઓ સક્ષમ હોય તો તેઓ સંસ્થામાં પાછા ફરવા માટે તૈયાર છે.
તમને જણાવી દઈએ કે ૧૪ વર્ષથી વધુ સમય સુધી જજ તરીકે પદ છોડ્યા બાદ જસ્ટિસ દાસ ટ્રાન્સફર પર ઓરિસ્સા હાઈકોર્ટમાંથી કોલકાતા હાઈકોર્ટમાં આવ્યા હતા. તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે હું સંસ્થાનો ખૂબ જ ૠણી છે. હું બાળપણથી કિશોરાવસ્થા સુધી ત્યાં રહ્યો છું.
તેમણે વધુમાં કહ્યું, હું હિંમતવાન, પ્રામાણિક અને અન્યો પ્રત્યે સમાન અભિગમ રાખવાનું અને સૌથી ઉપર દેશભક્તિની ભાવના અને કામ પ્રત્યેની પ્રતિબદ્ધતા શીખ્યો છુ. જસ્ટિસ દાસે કહ્યું કે તેમના કામના કારણે તેમણે લગભગ ૩૭ વર્ષ સુધી સંગઠનથી અંતર રાખ્યું હતું. તેમણે કહ્યું, મેં ક્યારેય મારી કારકિર્દીને આગળ વધારવા માટે સંસ્થાના સભ્યપદનો ઉપયોગ કર્યો નથી, કારણ કે આ તેના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
જસ્ટિસ દાસે કહ્યું કે તેઓ દરેક સાથે સમાન વર્તન કરે છે, પછી ભલે તે અમીર વ્યક્તિ હોય, ભલે તે સામ્યવાદી હોય કે પછી ભાજપ, કોંગ્રેસ કે ટીએમસીમાંથી હોય. તેમણે કહ્યું હતું કે, મારા સમક્ષ દરેક સમાન છે, મને કોઈના પ્રત્યે કે કોઈ રાજકીય ફિલસૂફી કે સિસ્ટમ પ્રત્યે કોઈ પૂર્વગ્રહ નથી. તેમણે કહ્યું, મેં મારા જીવનમાં કંઈ ખોટું કર્યું નથી, તેથી હું સંસ્થાનો છું એવું કહેવાની મારામાં હિંમત છે, કારણ કે તે ખોટું પણ નથી.