અમૃતસર,
પંજાબના અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે એક વાર ફરીથી ડ્રોન તોડી પાડવામાં સફળતા મેળવી છે. મોડી રાતે અવાજ સંભળાતા સૈનિકોએ ડ્રોન પર ફાયરિંગ કર્યું હતું અને ડ્રોન પાછું પાકિસ્તાન જઈ શક્યું નહોતું અને ના તેના પાછા જવાનો કોઈ અવાજ આવ્યો હતો. ત્યારબાદ મ્જીહ્લના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રોન ખેતરમાંથી મળી આવ્યું હતું.
આ ઘટના અમૃતસરની સરહદે આવેલા કક્કડ ગામની છે. ર્મ્ંઁ કક્કડમાં બટાલિયનના ૨૨ સૈનિક પેટ્રોલિંગ કરી રહ્યા હતા. મોડી રાત્રે તેમણે અચાનક ડ્રોનનો અવાજ સાંભળ્યો અને અવાજ જે તરફથી આવતો હતો ત્યાં ફાયરિંગ શરૂ કરી દીધું.સૈનિકોએ ડ્રોનની પાછળ પણ ગયા અને થોડીવાર પછી ડ્રોનનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો.
બીએસએફના સૈનિકોએ જણાવ્યું હતું કે, જે ડ્રોન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે પાકિસ્તાનમાં પાછું ફરી શક્યું નહોતું. ત્યારબાદ અમૃતસર બોર્ડર પર રાતના સમયથી જ સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હતું. સવારે મ્જીહ્લના સૈનિકોને કક્કડ ગામના ખેતરમાંથી ડ્રોન મળી આવ્યું હતું.
બીએસએફ દ્વારા મળેલી માહિતી મુજબ આ એક મોટું મેટ્રિક્સ ડ્રોન હતું. ડ્રોન સાથે એક પીળા રંગનું પેકેટ બાંધેલું હતું. જો કે હજુ સુધી તે પેકેટને ખોલવામાં આવ્યું નથી. તે સલામત છે કે નથી તેની તપાસ કરી ખોલવામાં આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેમાં ૫ કિલોગ્રામ જેટલું હેરોઈન હોઈ શકે છે.
બીએસએફના સૈનિકોએ આ વર્ષે બીજું ડ્રોન પકડ્યું છે. આ પહેલા ૨ જાન્યુઆરીએ ગુરદાસપુરમાં તૂટેલું ડ્રોન પકડાયું હતું. આ ડ્રોનને ગુરદાસપુરના ગામ ઘનિકે બેટના ખેતરમાંથી રિકવર કરવામાં આવ્યું હતું.