
સુરત,
સુરતના અમરોલીમાં વેપારીને બંધક બનાવી સોના ચાંદી સહિત રૂપિયા ૨૫ થી લાખની ધાડ કરનાર ટોળકીને પોલીસે પકડી પાડી છે. આરોપીઓએ ફરિયાદીને ફોન કરી બોલાવી પોતાના જ ઘરમાં ૨૪ કલાક સુધી બંધક બનાવી ફરિયાદીના વેસુના ઘરની ચાવી લઈ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનામાં પોલીસે ચાર સગીર સહિત મહિલા મુખ્ય આરોપી સાથે તેના સાગીરકોની પોલીસે ધરપકડ કરી છે
સુરત શહેરના વેસુ કેનાલ રોડ વિસ્તારમાં રહેતા વેપારીને સ્પા ચલાવતી મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું છે. વેપારીને બંધક બનાવી મહિલાએ તેના સાગરે કો સાથે મળી ૨૫ લાખથી વધુની ધાડને અંજામ આપ્યો છે. વેપારી મહિલાના ઘરે તેમજ પોતાના ઘર લાવતો હતો અને તે દરમિયાન મહિલાએ વેપારીને એકલો રહેતો હોવાનો પણ ફાયદો ઉઠાવી તેના બે સગીર વયની પુત્રી સાથે મળી વેપારીને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો.
અમરોલીમાં શ્રી ગણેશ રેસીડેન્સીમાં રહેતી અમનદીપ કૌરએ વેપારીને ફોન કરી ઘરે બોલાવ્યો હતો ત્યારબાદ મહિલા અને તેની સગીર વયની દીકરી સહિત તેના અજાણા ઈસમોએ ઢીકા મૂકી નો માર મારી રૂમમાં ગોંધી વેસુ ખાતેના ઘરની ચાવી પડાવી લીધી હતી. આરોપી મહિલા કાર અને વેપારીની જ મોપેડ ગાડી લઈ વેપારીના વેસુ ખાતેના મકાનમાં ગયા હતા. ત્યાં કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રૂપિયા ૨૫.૪૩ લાખની લૂંટ ચલાવી હતી. એટલુંજ નહીં આરોપીઓએ વેપારી પાસેથી ચાર ચેકમાં રૂપિયા ૫- ૫ લાખની રકમ લખાવી સહી કરાવી હતી. આ નાણાં કોરોના કાળમાં ઉછીના લીધેલા હતા તેવું લખાણ કરાવવા માટે વકીલને ઓફિસે પણ ગયા હતા પરંતુ વકીલ ના મળતા નરેશને છોડી મૂક્યો હતો. આ ટોળકીએ વેપારી નરેશને સમગ્ર બનાવ અંગે કોઈને જાણ કરશે કે પોલીસમાં ફરિયાદ કરશે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.
ટોળકીના ચુંગાલમાંથી છૂટ્યા બાદ વેપારીએ સમગ્ર હકીક્ત તેના મિત્રને જણાવી હતી.અમરોલી પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસે ઘટનાની ગંભીરતા લઈ મહિલા સહિત તેની સગીર વયની દીકરીઓ અને અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં અમરોલી પોલીસે મુખ્ય આરોપી મહિલા અમનદીપ કૌર તેની સગીર વયની બે દીકરી સહિત આરોપી દિનેશ, નીરજની ધરપકડ કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.