અમરોહામાં નકલી મતદાન પર પથ્થરમારો, વાહનોમાં તોડફોડ, એક ડઝનથી વધુ લોકો ઘાયલ

અમરોહા,ઉત્તર પ્રદેશમાં મ્યુનિસિપલ ચૂંટણીના પ્રથમ તબક્કા દરમિયાન અમરોહા જિલ્લાના ગજરૌલા ઔદ્યોગિક વિસ્તારના જલાલપુર બૂથ પર ભારે પથ્થરમારો અને વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. વાસ્તવમાં જલાલ નગર બૂથ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે. ત્યાં કેટલાક તોફાની તત્વોએ અરાજક્તા સર્જવાનો પ્રયાસ કર્યો હતો. જેને સમયસર કાબુમાં લાવવામાં આવ્યો હતો અને આ સંબંધમાં બીએસપી ઉમેદવાર રાજેન્દ્રી દેવીના પતિ પૂર્વ ધારાસભ્ય હરપાલ સિંહને પોલીસ સ્ટેશનમાં બેસાડવામાં આવ્યા હતા. તેમના પર મતદારોને પ્રભાવિત કરવા માટે દારૂનું વિતરણ કરવાનો આરોપ છે.

હરપાલ સિંહે આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓના ઈશારે ચૂંટણીમાં છેડછાડ કરવા ઈરાદાપૂર્વક પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને પોલીસે લાઠીચાર્જ કરીને મતદારોનો પીછો કર્યો હતો. જણાવી દઈએ કે, નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે વહીવટીતંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગુરુવારે કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ ચૂંટણીમાં ચાર લાખ ૪૨ હજાર મતદારો ૧૨૩૮ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો હતો મતદાન બાદ ચાર જગ્યાએ મતપેટીઓ એકત્રિત કરવામાં આવી હતી