
દેશમાં કોરોનાની લહેર હવે અંતિમ તબક્કામાં હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા અમરનાથ યાત્રા મર્યાદીત રીતે પણ યોજવા માટે તૈયારી કરી છે તથા અમરનાથ શ્રાઇનબોર્ડ દ્વારા યાત્રા માર્ગમાં સુવિધા ઉભી કરવા તથા લંગર અને ભંડારાઓ સ્થાપવા માટે સ્વૈચ્છીક સંસ્થાઓને મંજૂરી આપવા લાગી છે તથા અન્ય બજારો પણ ખોલી શકાશે.
મંગળવારથી જ આ કામગીરી ચાલુ કરવામાં આવી છે અને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાની સાથે ભંડારાઓ તથા લંગરમાં લોકોને ભોજન અને અન્ય સુવિધાઓ આપી શકાશે. આ માટે યાત્રા માર્ગ ઉપર કયાંક ડાયરેકટરની નિયુકિત કરવામાં આવી છે જે સમગ્ર માર્ગમાં શ્રઘ્ધાળુઓની ભીડ બને નહી તથા કોરોના પ્રોટોકોલ જળવાય રહે તે જોશે. આ ઉપરાંત લંગરમાં હાજર રહેલા તમામનું વેકસીનેશન ફરજીયાત કરાયુ છે અને તેઓની નોંધણી પણ કરાશે. તા.20થી યાત્રા માર્ગ પર લંગર નાંખવા અને અન્ય સુવિધાઓ ઉભી કરવાની કામગીરી ચાલુ થશે. જો કે આ લંગરના એક સંગઠને બારોબાર મંજૂરી આપવા સામે વિરોધ કર્યો છે.