- અમરેલીની કલમમાં પણ ધાર છે અને તલવારમાં પણ ધાર છે.
અમરેલી,
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સૌરાષ્ટ્રના ચુંટણી પ્રચારે છે પ્રવાસના આજે બીજા દિવસે વેરાવળ, ધોરાજી બાદ અમરેલીમાં એક જંગી સભાને સંબોધન કર્યું હતું વડાપ્રધાને કહ્યું હતું કે અમરેલી આવું તો એવું લાગે કે ઘરે આવ્યો છું હું એવો દાવો કરી શકું છું … જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી અમરેલીના પણ આ મોદી એવો મુખ્યમંત્રી છે જેનું અમરેલી છે. અમરેલીની કલમમાં પણ ધાર છે અને તલવારમાં પણ ધાર છે ભાઇઓ આપડી આ ધરા સંતોની ધરા, કર્મયોગીઓની ધરા, સાહિત્યની ધરા છેતેમણે કહ્યું કે અમરેલી ના રોડ પર ઉમંગ અને ઉત્સાહ જોઈ ને વાહ આજે અમરેલી એ કમાલ કરી છે આજ દ્ર્શ્ય દેખાડે છે કે ચૂંટણી ની કમાન આ જનતા ની હાથ માં છે, ગુજરાતનો વિજય સંકલ્પ છે આ..ફરી એક બાર મોદી સરકાર ગયા ૨૦ વર્ષમાં ગુજરાત માં વિકાસ થયો છે જેમાં અમરેલી નો ફાળો છે
આજે આપણે ખેતીને નફાની દિશામાં લઇ જવાનું કામ કરી રહ્યા છીએ. બે દશક પહેલા આના વિશે કોઇ વિચારી પણ શક્તુ ન હતુ. આપણા ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટેનું અભિયાન આપણે ચલાવ્યુ.સાથે સાથે વીજળીના સંકટમાંથી પણ તેમને મુક્તિ અપાઇ. પહેલા ટ્રાન્સફોર્મર બળી જતા તો તેને બદલતા બદલતા બે-ત્રણ મહિના જતા રહે. સીઝન પુરી થઇ જાય અને પાક બરબાદ થઇ જાય, આજે આપણે ફોન કરોને ટ્રાન્સફોર્મર બદલાઇ જાય તેવો જમાનાને બદલી દીધો છે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આપણે પાણી મેળવવા માટે જે પ્રયત્નો કર્યા તે વરુણ દેવતાએ પણ જોયા. વરુણ દેવે વિચાર્યુ કે વરસવુ હોય તો અમરેલી જઇને વરસુ અને અમરેલીને પાણીની સમસ્યાથી મુક્તિ અપાઉ. આ આપણા જીવનની અંદર બદલાવ આવ્યો છે. આજે અમરેલીના ગામે ગામ પાઇપલાઇનથી પાણી પહોંચે છે. અમે ગુજરાતના ગામે ગામના વિકાસ માટે જહેમત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરાજીમાં સભા સંબોયા બાદ અમરેલી પહોંચ્યા. અમરેલીમાં પણ વડાપ્રધાન મોદીએ ફોરવર્ડ ગ્રાઉન્ડ પર વિશાળ જનસભા સંબોધી. વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યુ કે છેલ્લા ૨૦ વર્ષમાં અમરેલીમાં ઘણા બદલાવ થયા છે.