અમરેલી, અમરેલીના ધારીમાં આવેલા છતડીયા ગામે એક આધેડ ખેડૂતે આપઘાત કર્યો. મૃતકનું નામ બાબુ રવોદ્રા હોવાનું સામે આવ્યું. ખેડૂતના આપઘાત અંગે જો વાત કરીએ તો, એવું પ્રાથમિક તારણ સામે આવ્યું છે કે ખેડૂતે ખેતી માટે બેંકમાંથી લોન લીધી હતી. તે આર્થિક સંકડામણના કારણે તેઓ લોન ચૂકવી શક્તા નહોતા અને બેંક તરફથી લોન બાબતે વારંવાર નોટિસ મળતી હતી. જેને લઈ આપઘાતનું પગલું ભર્યું. મૃતકના ખિસ્સામાંથી બેક્ધની એક નોટિસ પણ મળી આવી. બીજી તરફ મૃતકના પરિજનોએ પણ આક્ષેપ કર્યા છે, કે બેંકની વારંવાર નોટિસના કારણે આપઘાત કર્યો.
એક તરફ ખેડૂતોને તેની ઉપજોમાં પુરા દામ નથી મળી રહ્યા. માવઠાને કારણે ખેડૂતોને ભારે નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે પાક ધિરાણ માટે લીધેલી લોન ભરી ન શક્તા ખેડૂતો મોતને વ્હાલુ કર્યુ હોવાનુ પરિજનો જણાવી રહ્યા છે.