અમરેલીમાં તાંત્રિક વિધિના નામે મા-દીકરી સાથે છેતરપિંડી, ૪ આરોપીની ધરપકડ

અમરેલી, અમરેલીમાં તાંત્રિક વિધીના બહાને મા અને દીકરી છેતરાયા હોવાની ઘટના સામે આવી છે. ભુવા મંડળીએ ૩ લાખ સહિત સોનાના દાગીના પડાવ્યાની માહિતી મળી છે. તો આ ઘટનાને પગલે તાંત્રિક ભુવા મંડળી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

તાંત્રિક સામે દુષ્કર્મ-છેતરપિંડી સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. છૂટાછેડા લીધેલી મહિલાને દીકરાની યાદ આવતા તાંત્રિકના સંપર્કમાં આવી હતી. જ્યારે બાદમાં છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં પીડિતાએ રાજકોટમાં વિજ્ઞાન જાથા સામે સમગ્ર કિસ્સો જણાવ્યો હતો. પોલીસે ૪ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.