અમરેલીમાં સિંહોના મોતના કિસ્સામાં ફોરેસ્ટ ઓફિસરને સસ્પેન્ડ કરાયા

અમરેલીમાં ફોરેસ્ટ ઓફિસરને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લીલીયા રેન્જમાં અગાઉ સિંહનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. વનવિભાગ દ્વારા પ્થમ વખત બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. સિંહ અકસ્માતમાં બેદરકારી સાબિત થતાં કાર્યવાહી કરવામાં આવી છે.

જાફરાબાદ રેન્જમાં હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો છે. રેલ્વે ટ્રેક પર સિંહોના મોતની ઘટનામાં તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૩ એપ્રિલના રોજ, ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારમાં એશિયાટીક સિંહોના અકુદરતી મૃત્યુના મુદ્દે સુઓમોટુ પીઆઈએલ પર કામ કરતા, ત્રણ સિંહો ટ્રેક પર મૃત હાલતમાં મળી આવ્યાના કેસમાં વન વિભાગ અને રેલવે અધિકારીઓની નિષ્ક્રિયતા સામે કોર્ટ ગુસ્સે થઈ હતી. .

ન્યાયાધીશોએ બે અલગ-અલગ અકસ્માતોમાં સિંહોના મૃત્યુની તપાસ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને પ્રશ્ર્ન કર્યો હતો કે વિભાગના વડાઓએ ઘટનાઓ અંગે તપાસ અહેવાલ શા માટે માંગ્યો નથી. બેન્ચે તેમના તપાસ અહેવાલો માટે રેલ્વે અને વન વિભાગ બંનેની ઝાટકણી કાઢી હતી. અને કહ્યું હતું કે તે વિભાગીય પૂછપરછ અને તળિયાના લોકોને કાઢવાથી સમસ્યા ઉકેલાઈ જવાની નથી. અમને ચોક્કસ પરિણામ જોઈએ છીએ. આ કિસ્સામાં સિંહોના મોત ફરીથી ન થાય તેના માટે તમે શું કરી રહ્યા છે તેટલું જણાવો.