અમરેલીમાં પુત્રવધૂએ માતા સાથે મળીને ઈલેક્ટ્રીક કટરથી કરી સાસુની હત્યા

અમરેલી, અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. માત્ર થોડા મહિના પૂર્વે લગ્ન કરીને પોતાના સાસરે આવનારી પરિણીતા દ્વારા પોતાની માતા સાથે મળીને પોતાની જ ૫૦ વર્ષીય વિધવા સાસુની નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સાવરકુંડલા શહેર પોલીસ દ્વારા ૨૭ વર્ષીય પુત્રી શ્વેતા પાઠક તેમજ ૪૭ વર્ષીય માતા સોનલ શાસ્ત્રીની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસમાંથી મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર ખાતે રહેતા ૫૦ વર્ષીય બીનાબેન પાઠક નામની વિધવાની હત્યા તેમની જ પુત્રવધૂ ૨૭ વર્ષીય શ્વેતા પાઠક અને પુત્રવધૂની માતા ૪૭ વર્ષીય સોનલ શાી દ્વારા કરવામાં આવી છે. આ બંનેએ ઈલેક્ટ્રીક કટર વડે કોલ્ડ બ્લેડેડ મર્ડર કર્યું હોવાની વાત સામે આવી છે. સમગ્ર મામલે મૃતકના પુત્ર વૈભવ પાઠક દ્વારા સાવરકુંડલા સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા માતા અને પુત્રીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આરોપી પુત્ર વધૂએ પોતાની સાસુના મેણાટોણાથી કંટાળીને હત્યા કરી હોવાનું જણાવ્યું છે.

સાવરકુંડલા સીટી પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, વૈભવ પાઠક એચડીએફસી બેક્ધમાં નોકરી કરે છે. ૮ – ૯ માસ પૂર્વે તેના લગ્ન શ્ર્વેતા સાથે થયા હતા. વૈભવ સાથે શ્ર્વેતાના બીજા લગ્ન છે. તેની માતા સોનલ શાીના પણ બીજા લગ્ન થઈ ચૂક્યા છે. માતા સોનલ શાી પોતાની પુત્રીના સાસરે ગત છઠ્ઠી તારીખે આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે કે, માતા પુત્રી દ્વારા બીનાબેન પાઠક નામની વિધવાની હત્યા મામલે કાવતરું રચવામાં આવ્યું હતું કે કેમ? બુધવારના રોજ પુત્ર વૈભવ રાજુલા ખાતેથી નોકરી પૂરી કરીને સાવરકુંડલા પોતાના ઘરે પહોંચ્યો હતો. ઘરે પહોંચતા પોતાની માતાને લોહી લુહાણ હાલતમાં જમીન પર પડેલી જોઈ હતી. ત્યારે વૈભવની પત્ની અને સાસુ દ્વારા તેના આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી. જેના કારણે તેને આંખમાં બળતરા ઉપાડતા તે ઘરની બહાર નીકળી ગયો હતો અને રાડારાડ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા.