અમરેલી, રાજ્યમાં હદય રોગ ના હુમલાથી લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોના કાળ બાદ બાળકો થી લઈ વૃદ્ધો સુધીના સૌ કોઈ હાર્ટ એટેકના શિકાર બનવા લાગ્યા છે. હાર્ટ એટેકથી થતા મોતને કારણે પરિવાર તૂટી રહ્યો છે. ત્યારે અમરેલીના ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે.
અમરેલી જીલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનું હદયરોગથી મોત થયું છે. પોલીસ કોન્સ્ટેબલ નજુભાઈ વાળા બગસરા તપાસ કામ માટે ગયા હતા. તે સમયે તેમને હાર્ટએટેક આવ્યો હતો. ઢોલરવા ગામના નિવાસી ૩૨ વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું અકાળે મોત થતાં પરિવાર અને પોલીસબેડામાં શોક છવાયો છે. નજુભાઈ વાળાનું મોત થતાં તેમનો પરિવાર નિ:સહાય થયો છે.
ગુજરાત માં હૃદય રોગથી થતા મોતનો આંકડો સતત વધી રહ્યો છે. હજારો લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે. તાજેતરમાં જ ૧૦૮એ હૃદય રોગના આંકડા જાહેર કર્યા છે. ૧૦૮એ વર્ષ ૨૦૨૩માં ૭૨ હજાર ૫૭૩ હૃદય રોગને લગતી ઈમરજન્સી હેન્ડલ કરી. છેલ્લા છ વર્ષ એટલે કે વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૨૩માં સુધી કેટલા કેસ નોંધાયા હતા.